Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુનિ.માં કરોડોના ભ્રષ્ટાચારની એસીબી દ્વારા તપાસની માંગ

-સેનેટ સભ્યના ચોંકાવનારા આક્ષેપો

વડોદરા,તા.26 જુન 2017, સોમવાર

એમ.એસ.યુનિવર્સિટીમાં પૂર્વ ચીફ એકાઉન્ટ ઓફિસર ઉમેશ ઓઝાએ ૫ કરોડ રૃપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા બાદ વાઈસ ચાન્સેલર અને રજીસ્ટ્રાર ઓએસડી મુશ્કેલીઓ વધી રહી છે.

સમગ્ર મામલાની તપાસ માટે સમિતિ બનાવવાની જાહેરાત છતા વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસ અને રજીસ્ટ્રાર ઓએસડી સામેનો વિરોધ યથાવત છે.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના સેનેટ સભ્ય કપિલ જોષીએ એન્ટી કરપ્શન બ્યુરોને એક ઈમેઈલ મોકલીને તમામ આક્ષેપોની તપાસ કરવા માટે તેમજ વાઈસ ચાન્સેલર અને રજીસ્ટ્રાર સામે ફરિયાદ નોંધવા માટે માંગ કરી છે.

સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના વાઈ ફાઈ કોન્ટ્રાક્ટ,કોમ્પ્યુટર ખરીદી, ફોટોકોપી કોન્ટ્રાક્ટ તેમજ કોન્ટ્રાક્ટરોને એડવાન્સ પેમેન્ટ જેવા મુદ્દાઓની ઝીણવટભરી પોલીસ તપાસ જરૃરી છે.પ્રો.વ્યાસ જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં હેડ અને બાદમાં ડીન  હતા ત્યારે પણ હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ ટેન્ડર પ્રક્રિયા વગર આપવામાં આવ્યો હતો.તેમના કાર્યકાળમાં એક વખત ચાનુ બીલ ૨.૩૦ લાખ રૃપિયા આવ્યુ હતુ.અધ્યાપકોના વિરોધના કારણે તેમને ૨૦૧૪માં ડીન તરીકે રાજીનામુ આપવુ પડયુ હતુ.તેમના કહેવા પ્રમાણે જો સુમનદીપના મનસુખ શાહ અને પારૃલ યુનિવર્સિટીના જયેશ પટેલ સામે કાર્યવાહી થતી હોય તો એમ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સામે કેમ નહી?જોકે આ અંગે વાઈસ ચાન્સેલર પ્રો.વ્યાસનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Post Comments