Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દારૃ-બીયરનો ૪૧.૧૯ લાખનો જથ્થો ભરેલી બે ટ્રક ઝડપાઇ

- કરજણ અને જરોદ હાઇવે પર

-નામચીન અલ્પુ સીધી અને ડ્રાયવર-ક્લિનર ફરાર : ઇન્દોરના બેની ધરપકડ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

કરજણ હાઇવે પર ભરથાણા ટોલનાકા પર ગઇરાત્રે એક ટ્રક પોલીસે ઝડપી  પાડી રૃા.૨૮.૯૫ લાખ કિંમતનો દારૃનો જથ્થો ઝડપી   ટ્રકના ચાલક તેમજ ક્લિનરની ધરપકડ કરી હતી જ્યારે હાલોલ-વડોદરા હાઇવે પરથી પણ વારસીયાના નામચીન બુટલેગર અલ્પુ સીધી દ્વારા મંગાવાયેલ ૧૨૨૪૦ નંગ બીયરના ટીન પોલીસે ઝડપી પાડયા  હતા જો કે પાઇલોટીંગ કરનાર તેમજ અલ્પુ સીધી અને ડ્રાયવર- ક્લિનર ફરાર થઇ ગયા હતાં.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા શહેર તેમજ જિલ્લામાં મોટાપાયે દારૃનો જથ્થો સંગ્રહ કરવાનો છે તેમજ સુરતથી એક ટ્રક દારૃનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહી છે તેવી બાતમીના આધારે એલસીબીના પીઆઇ ડી.બી. બારડ તેમજ સ્ટાફના માણસોએ ભરથાણા ટોલનાકા પર ગઇરાત્રે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા પોલીસના માણસોએ તેને કોર્ડન કરી ઇન્દોરના નગીનગર વિસ્તારમાં રહેતા સુલ્તાન મહેબુબખાન ખાન અને શવ્યુખાન ઇબ્રાહીમખાન ખાનને ઝડપી પાડયા હતા તેમજ ટ્રકમાંથી રૃા.૨૮.૯૫ લાખ કિંમતની ૧૬૯૪૪ નંગ દારૃ અને બીયરની બોટલો ભરેલી ૭૧૦ પેટીઓ મળી હતી. પોલીસે દારૃ-બીયર, બે મોબાઇલફોન, રોકડ રકમ, ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૃા.૩૯.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હાલોલ-વડોદરા રોડ પર મછલીપુરા ગામની સીમમાં વાઘોડિયા પોલીસે વહેલી સવારે વોચ ગોઠવી એક ટ્રકને ઝડપી પાડી હતી જો કે ટ્રકનો ચાલક અને ક્લિનર ફરાર થઇ ગયા હતાં. પોલીસે ટ્રકમાંથી રૃા.૧૨૨૪૦૦૦ કિંમતના બીયરના ટીન, બે મોબાઇલફોન, ટ્રક મળી કુલ રૃા.૨૨.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીયરનો જથ્થો વારસીયા વિસ્તારના નામચીન બુટલેગર અલ્પેશ ઉર્ફ ેઅલ્પુ હરદાશમલ વાઘવાણીએ મંગાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કરી ત્રણેની શોધખોળ હાથ ધરી છે. આ ટ્રકનું પાઇલોટીંગ પણ કરાતુ હતુ તેવી માહિતિ બહાર આવી છે.

શહેર-જિલ્લામાં રોજ ઠલવાતો દારૃનો જથ્થો
અનેક ટ્રકો રવાના બાદ એક ટ્રક પકડી કરાતી વાહવાહ
પોલીસ ટ્રક ઝડપે તો પણ લાઇનવાળા નામચીન બુટલેગરોના નામ નહી ખુલે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
દારૃ અને બીયરનો જથ્થો ભરીને મોટી સંખ્યામાં ટ્રકો જિલ્લામાંથી પસાર થતી હોય છે આ ટ્રકો પૈકી મોટાભાગની ટ્રકો લાઇનની હોવાથી જવા દેવાય છે જ્યારે એકાદ ટ્રકને પોલીસ ઝડપી પાડી મોટી કામગીરી કરી હોય તેવો દેખાવ કરે છે.
ઉલ્લેખનીય છે કે નામચીન બુટલેગરોને છેક ઉપર સુધી લાઇનો ચાલતી હોય છે જેના કારણે સ્થાનિક પોલીસ દ્વારા આવી ટ્રકોને હાથ પણ લગાડવામાં આવતો નથી. પોલીસ પણ દારૃ તેમજ બીયરનો મોટો જથ્થો ભરેલી ટ્રકોને હાઇવે પરથી પસાર થવા માટે મજબુર થઇ જાય છે. હરિયાણા, રાજસ્થાન તેમજ દમણ અને મધ્યપ્રદેશથી મોટાપાયે દારૃ અને બીયરનો જથ્થો ભરેલી ટ્રકોની અવરજવર થતી હોય છે પરંતુ પોલીસ દ્વારા અનેક ટ્રકો સામે આંખ આડા કાન કરાય છે.

પોલીસ ચોપડે દારૃના કેસ કર્યા હોવાનુ દર્શાવી એક અથવા બે મહિનામાં એકાદ ટ્રકનો કેસ દર્શાવી પોલીસે મોટી માછલી પકડી હોય તેવો દેખાવ કરાય છે. મહત્વની બાબત એ છે કે મોટાભાગે ટ્રકના કેસમાં મોટા બુટલેગરોના નામો ખુલતા નથી માત્ર ટ્રકના ચાલક અથવા ક્લિનરથી સમગ્ર કેસ પુરો કરી દેવાતો હોય છે.

Post Comments