Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા લોકોમાં ભારે થનગનાટ

- આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે : પતંગોના પેચ જામશે

-સીંગ, ચીકી, બોર, જામફળ, ઊંધિયું- જલેબી મહેફિલ જામશે

- એ કાપ્યો, લપેટ... ના નારા ચારકૌર ગૂંજી ઉઠશે પતંગ બજારમાં છેલ્લી ઘડી સુધી ખરીદી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

વડોદરા શહેર- જિલ્લાના લાખો પતંગ રસિયાઓ આવતીકાલે રવિવારે ઉત્તરાયણ પર્વે વહેલી સવારથી જ ધાબા- અગાસીઓ પર ચઢી જઈ રંગબેરંગી પતંગો અને ગુબ્બારા ચગાવી, 'કાટા....કાટા'ના હર્ષનાદોથી વાતાવરણને ગૂંજતુ કરી દેશે. આવતીકાલે ભૂરું આકાશ ' ઈસ્ટમેનકલર' બની જશે.

સપ્તાહ અગાઉ ચાપટ, ટુક્કલ અને અધ્ધા- પોણિયા જેવા પતંગોનો સ્ટોક અને ૫૦૦ થી માંડી ૨૦૦૦ વાળી રીલના દોરાનો સ્ટોક કરી લેનારા રસિયાઓએ પતંગને કિન્ના બાંધવાની ગોઠવણ કરી લીધી હતી.
કાલે સવારે પતંગ દોરી પતંગ- દોરી લઈને ધાબે ચઢનારા યુવાનોના પરિવારનો મહિલાવર્ગ જામફળ, બોર, સતરા, અને સીંગ - તલની ચીકીનો ડબ્બો પણ જોડે, ધાબામાં મોકલી આપશે.

આવતીકાલ તા.૧૪ જાન્યુઆરીએ કર્કમાંથી મકર રાશિમાં સંક્રાતિ (ગમન) કરનારા સૂર્યનારાયણ દક્ષિણથી ઉત્તર તરફ ખસવા માંડશે. આવા સુભગ દિવસની સવારે પવનની ઠંડક માણતાં શેરડીનાં સાંઠા છોલીને એના તાજા મીઠા  રસનો આસ્વાદ લેવો એ પણ લાજવાબ બની રહેશે.

ઉત્તરાયણ એટલે પતંગ, પવન અને પેચનો પાણીદાર પ્રસંગ આકાશમાં સામેથી આવતાં કનકવાને ગોઠ ખવડાવી એને સિફતથી ખેંચ મારી લેવાનો ઘણો આધાર પવનદેવની દિક્ષા તથા વેગ પર રહે છે. આથી બધા જ પતંગબાજો કાલે પવનદેવની કૃપા માટે પ્રાર્થના કરશે.

આ વર્ષે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસના બોજથી પતંગની કમાન વાંકા વળી છે. છેલ્લા સપ્તાહથી ગેંડીગેટ રોડ અને રાવપુરા રોડ જેવા મુખ્. પતંગ બજારો પતંગ રસિયાઓથી મોડી રાત સુધી ઉભરાયેલા રહે છે.
આજે પણ રાત્રે ૧ સુધી પતંગ દોરાની ખરીદી ચાલુ રહી હતી. ઉત્તરાયણ પર્વે આખો દિવસ ધાબા અગાસીઓ પરથી અવનવા ગીતો ગાયનોની પેશકશ થતી રહેશે. સાંજે ફટાકડાની આતશબાજી ખેલાશે.  ટેરેસ પર ઉંધિયા જલેબીની લિજ્જત જામશે.

પતંગ- પર્વનો પ્રારંભ, વહેલી સવારે ગૌમાતાઓને ગોળ મિશ્રિત ઘૂઘરી ખવડાવવાથી થશે. આવા ઉમદા કૃત્ય પછી દિવસભર પોતાના ધારદાર દોરે પંખીઓ કપાય નહી એની ચિંતા પણ વડોદરાવાસીઓ કરશે જ.

પતંગ દોરીથી કપાળ કપાતા લોહી લુહાણ : ૧૬ ટાંકા લેવાયા
દાહોદ જિલ્લામા પતંગની દોરીથી બે ઘવાયા

દાહોદ,તા.૧૩
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ પતંગની દોરીથી બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા તેઓને દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા જે પૈકી એકને સારવાર બાદ રજા અપાઇ હતી. જ્યારે બીજાને ઇજાને ગંભીર ઇજા જણાતા દાખલ કરી દેવાયો હતો.

દાહોદ જિલ્લામાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ વિના રોકટોક થતું હોવાના અહેવાલ છે દાહોદ જિલ્લામાં પતંગની દોરીથી ઇજાઓ થયાના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ કતવારા ગામે રોડ પર બ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનાં કુંદનવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા અને મોબાઇલનો વ્યવસાય કરતા શંકરસિંહ ચૌહાણ મોબાઇલની ખરીદી માટે દાહોદ આવ્યા હતા અને દાહોદથી પરત પોતાની બાઇક પર જતા રસ્તામાં કતવારા ગામે રોડ પર પતંગના દોરાથી તેઓને કપાળના ભાગે ગંભીર ઇજા થતા દાહોદ સીવીલમાં સારવાર માટે લાવતા ૧૬ ટાકાં આવ્યા હતા અને ઇજાને ગંભીર જણાતા દાખલ કરવામાં આવ્યા હતા.

દાહોદ જિલ્લામાં પતંગની દોરીથી ઇજા થયેલો બીજો બનાવ ઝાલોદ તાલુકાનાં મીરાખેડી ગામે રોડ પર બન્યો હતો. ફતેપુરા ગામે રહેતા હકીમુદ્દીન કુતબુદ્ન સાથલીયા ફતેપુરાથી બાઇક લઇ દાહોદ આવી ર્હયા હતા. ત્યારે રસ્તામાં મીરાખેડી ગામે રોડ પર પતંગના દોરાથી ડાબી આંખની ઉપરનાં ભાગે કપાળમાં તથા નાક પર તેમજ હથેળીમાં ઇજાઓ થતા ૪ ટાકાં આવ્યા હતા.

Post Comments