Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવાનો ઇનોવેટિવ આઇડિયાનો લાભ છેવાડાના ભારતીય સુધી પહોંચાડે

- ઇન્ડિયા ફાઉન્ડેશનના રામ માધવનું પ્રેરક સંબોધન

- ત્રિદિવસીય રાષ્ટ્રીય યુવા પરિષદ યુગાન્તર, ૨૦૧૮નું સાનંદ સમાપન

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

દેશની ગૌરવપ્રદ ગઇકાલને ચિરંજીવ સ્મરણ સાથે આજના દેશકાળને સતત હૈયે ધરીને ઉજ્જવળ આવતીકાલને સાકાર કરવાની ધગશ દાખવવાની હાકલ ઝીલીને, યુવાશક્તિનું યશસ્વી પ્રતીક બની રહેલી રાષ્ટ્રીય યુવા પરિષદ 'યુગાન્તર-૨૦૧૮'નું આજે અત્રે એમ.એસ. યુનિવર્સિટી ખાતે સમાપન થયું હતું.

આજે કાર્યક્રમના તૃતીય અને અંતિમ દિને ઉપસ્થિત રહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના અગ્રણી રામ માધવે, આ કાર્યક્રમના મંચ પર દેશની યૌવનશક્તિ સાથે થઇ રહેલી દ્વિતીય મુલાકાતનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

એમણે, પરિષદની થીમ ભારતનું વિશ્વને પ્રદાનને કેન્દ્રમાં રાખીને કહ્યું કે આપણા દેશે વિશ્વનો મહામાનવો ઉપરાંત અજોડ તથ્યો - સંશોધનોની ભેટ ધરી છે. હવે આજની નવી પેઢીએ આ ભૂતકાલીન ગૌરવને સદાય ધ્યાનમાં રાખવાનું છે. આ પશ્વાદભૂ સાથે યુવાનોએ વર્તમાન દેશકાળની ઘટનાઓને મૂલવતા રહેવાનું છે અને સમગ્ર સમાજની આવતીકાલ ઉજ્જવળ બની રહે એ માટે સતત કાર્યશીલ રહીને વિજ્ઞાાન-ટેકનોલોજીની પ્રગતિને સહુના આંગણે પહોંચાડવાની છે.

રામ માધવે યુવાનોના ઇનોવેટિવ આઇડિયાની નવી શોધરૃપે સાકાર થાય એ પછી એ શોધરૃપ ઉત્પાદન, દેશના છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે સક્રિય રહેવા માટે યુવા પેઢીને ખાસ આગ્રહ કર્યો હતો.

આજે યોજાયેલા ઇનોવેશન વિષેના સત્રમાં ઉપસ્થિત રહેલા સુરતના યુવાન ઇજનેર અને અવકાશ સંશોધક યુવાન સની કાબરાવાલાએ યુવાનોને પ્રેરણા-પિયુષનું આચમન કરાવતા કહ્યું કે માણસે એના તન-મનની સુખી કે દુ:ખી અવસ્થામાં, સફળતા કે નિષ્ફળતાની સ્થિતિમાં કામ કર્યે જવાનું છે. જે કંઇ બને તે બને એણે સદાય કર્મશીલ રહેવાનું છે. એમણે શરૃ કરેલા રોકેટ કલબ ઓફ સુરત સિટિ સ્ટારમાં સક્રિય ઇલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન ઇજનેરોએ પોતાના આગવા રોકેટના મોડેલ ડિઝાઇન કરી એને લોન્ચ કર્યા હતા.

સનીએ યુવાનોને કહ્યું કે દેશની આ પેઢીએ માનવીને મંગળની ધરતી પર ફરતો કરવાનો છે અને પૃથ્વી પર માનવતાનો ધ્વજ લહેરાવવાનો છે. કાર્યક્રમના સફળ આયોજનમાં મોખરે રહેલા યુનિવર્સિટીની ઇન્સ્ટિટયુટ ઓફ લીડરશીપ અને ગવર્નન્સના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હજી મોટા કાર્યક્રમના પડકારને ઝીલી લેવાની તૈયારી દાખવી છે.

Post Comments