Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિવૃત્ત આઇજીના પુત્રને આગોતરા જામીન ના મળ્યા

- સરકારી કચેરીઓમાં ગાડી ભાડે મૂકી આપવાનું જણાવી છેતરપિંડી

વડોદરા,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

સરકારી કચેરીઓમાં ગાડી ભાડે મૂકી આપવાનું જણાવી શરૃઆતમાં રેગ્યુલર ભાડુ ચૂકવ્યા બાદ ભાડુ નહી ચૂકવી છેતરપિંડી કરનાર નિવૃત્ત આઇજીના પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડભોઇની રાજદીપ સોસાયટીમાં રહેતાં ચિન્મય નૈનેશભાઇ શાહે સરકારી કચેરીમાં ગાડી ભાડે મૂકવા માટે નિરવ બાવકુભાઇ જેબલીયા (રહે. સ્પ્રિંગ એક્ઝોટીકા વાસણા- ભાયલી રોડ) ને આપી હતી. માસિક રૃપિયા ૩૫ હજાર ભાડુ નક્કી કર્યું હતું. બે મહિના સુધી ભાડુ ચૂકવ્યા પછી નિરવે ભાડુ ચૂકવવાનું બંધ કર્યું હતું.

નિરવ જેબલીયાએ નિરવના બનેવી, ભાઇ અને મિત્રની પાસેથી પણ કાર ભાડે મૂકવાવવાના બહાને કમિશન પેટે રૃપિયા ૧.૨૦ લાખ લીધા હતાં. તેઓને પણ ત્રણ મહિના સુધી નિયમિત પણે ભાડુ ચૂકવ્યા પછી નિરવે રૃપિયા ચૂકવવાનું બંધ કર્યું હતું. અને બાકી નીકળતા રૃપિયા ૮ લાખ પેટે આપેલો ચેકપણ ક્લીયર તયો નહતો.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનામાં આરોપી નિરવની આગોતરા જામીન અરજી એડીશનલ સેશન્સ જજ એસ.એમ. રાજપુરોહિતે નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ ભાવિક પુરોહિતે રજૂઆતો કરી હતી.

ઉલ્લેખનીય છે કે નિરવ સામે અગાઉ પણ ગાડી ભાડે મૂકવાના બહાને ઠગાઇ કરવાનો ગુનો નોંધાયો છે અને અકોટાની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતાં સિનિયર સિટિઝનો બંગલો ભાડે લઇ ખાલી નહી કરવા અંગે ક્રાઇમબ્રાંચમાં અરજી થઇ છે.

Post Comments