Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જૂના કોન્ટ્રાક્ટરનો જ કોન્ટ્રાક્ટ ચાલુ રહે તે માટે થઇ રહેલી પેરવી

- વારસિયા - સંજયનગરના રૃા.૨૦૦૦ કરોડના કૌભાંડમાં

- સરકારે માત્ર તપાસ કરવાનું નાટક જ રચ્યું જૂના કોન્ટ્રાક્ટર માટે વચેટિયાઓ સક્રિય થયા

વડોદરા, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પીપીપી ધોરણે વારસિયા- સંજયનગર વસાહતની ૧.૪૫ લાખ ચોરસ મીટર જમીન પર ૨૬૩૭ મકાનો બાંધવાની સ્કીમમાં રૃા.૨૦૦૦ કરોડના ચકચારી કૌભાંડમાં સરકારે ઠંડું પાણી રેડી દેવાના પ્રયાસરૃપે તપાસ કરવાનું માત્ર નાટક રચીને જૂના કોન્ટ્રાક્ટરનો જ કોન્ટ્રાક્ટ ચાલુ રહે તેવી પેરવી શરૃ કરી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરાની નારાયણ રિઅલ્ટી અને સાંઇ રૃચિ ડીએમસીની જોઇન્ટ વેન્ચર (જેવી) કંપનીએ આ આવાસ યોજનાનું ટેન્ડર ભર્યું હતું અને તેનું ટેન્ડર ક્વોલિફાઇ થયું હતું. જેમાં કરાર મુજબ ૫૧ ટકો હિસ્સો નારાયણ રિઅલ્ટીનો અને ૪૯ ટકા હિસ્સો સાંઇ રૃચિનો હતો. સ્થાયી સમિતિમાં આ ટેન્ડર મંજુર થયા બાદ તેનો વર્ક ઓર્ડર નારાયણ રિઅલ્ટીને આપ્યા બાદ અઠવાડિયામાં જ જોઇન્ટ વેન્ચરના હિસ્સામાં ફેરફાર કરી દઇને નારાયણને ૧૫ ટકા અને સાંઇરૃચિને ૮૫ ટકા ફાળવણી કરવાનો નવો કરાર પત્ર રજૂ કર્યો હતો. જે ગેરકાયદે હતો અને ટેન્ડર મંજૂર થયા બાદ આ રીતે ફેરફાર સાથે રજૂ થઇ શકે જ નહીં. અને આ ભોપાળું બહાર આવતા રૃા.૨ હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

વળી, ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરે જ સ્કીમના સ્થળે જે કુદરતી વરસાદી કાંસ છે તે બનાવવાનો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનની સાથે સાંઠગાંઠ રચીને વરસાદી કાંસ કોર્પોરેશન બનાવે તેવી ફાઇલ તૈયાર કરાવી હતી. જે સ્થાયી સમિતિમાં આવી ન હતી અને સીધી કમિશનર પાસે પહોંચતા કમિશનર ચોંકી ગયા હતા કેમ કે કાંસ તો કોન્ટ્રાકટરે બનાવવાનો હતો. આશરે એકાદ કિમી લંબાઈ ધરાવતા પાકા વરસાદી કાંસનો ખર્ચ અંદાજે રૃા.૨૦ કરોડ જેટલો થાય તેમ છે. કમિશનરે તરત જ આ ગેરરિતિ બહાર આવતાં નારાયણ રિઅલ્ટીને કોન્ટ્રાકટ રદ કરવાની નોટિસ ફટકારી હતી.

આ નોટીસ મળતા જ રૃા.૨૦૦૦ કરોડના કૌભાંડમાં સામેલ વચેટિયાઓ અને હોદ્દેદારો પણ ચમકી ઉઠયા હતા. કેમ કે મામલો રૃા.૨ હજાર કરોડનો હતો અને હાથમાંથી પોતાની ભાગ બટાઈનો મોટો દલ્લો જતો રહે તેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ.

મામલો છે ક ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. જે બાદ મુખ્યમંત્રીએ અધિક મુખ્ય સચિવ પુનમભાઈ પરમારને તપાસ સોંપી હતી. જેઓએ ગઇકાલે વડોદરા આવીને મ્યુનિ.કમિશનર ડો. વિનોદરાવ પાસેથી ટેન્ડરની પ્રક્રિયા અંગેની માહિતી મેળવી હતી. અને સાત દિવસમાં તેઓ પ્રાથમિક અહેવાલ રાજય સરકારને સુપ્રત કરશે. જો કે આ તપાસ માત્ર નાટક જ છે અને હોબાળો શાંત પાડી દઇ દલાલો અને વચેટિયાના દબાણ હેઠળ જૂના કોન્ટ્રાકટરનો જ કોન્ટ્રાકટ ચાલ રહે તેવો તખતો ઘડી કાઢવામાં આવશે.

વડોદરા વારશિયા સંજયનગરના રૃા.૨૦૦૦ કરોડના કૌભાંડના તપાસ અહેવાલ બાદ આગળ શું કાર્યવાહી કરવી તે અંગે રાજય સરકાર કમિશનરને જરૃરી સુચના આપશે ત્યારે આ અહેવાલમાં લીપાપોથી કરી દઈ મામલો અભરાઈ પર ચઢાવી હાલના જ જે ખાનગી બિલ્ડરનો જ કોન્ટ્રાકટ યથાવત રહે તે માટે કેટલાક રાજકારણીઓ સક્રિય બન્યા છે. અને ગાંધીનગરના આંટાફેરા શરૃ કરી દીધા હોવાનું બહાર  આવ્યું છે.

ટેન્ડર માટે અથાગ પ્રયત્ન બદલ ૧૫ ટકા પાર્ટનરશિપ અપાઇ?
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
આ કોન્ટ્રાક્ટમાં ૧૬ લાખ ચો.ફૂટ બિલ્ડરને ટેન્ડર મુજબ મળવાની છે. જેની ૩ F.S.I. ગણાતા ૪૮ લાખ ચો.ફુટ બાંધકામ થાય. ડેવલપર દ્વારા તેનું સુપરબિલ્ટઅપ વેચાણ ગણીએ તો લગભગ ૭૦ લાખ ચો.ફુટ થાય જેની કોમર્શિયલ અને રેસિડેન્શીયલ કિંમત નાંખી દેવાના ભાવે રૃા. ૩૦૦૦ ગણીએ તો બિલ્ડરને રૃા. ૨૧૦૦ કરોડ મળે. તેમાંથી સ્લમના બાંધકામ પેટે ખર્ચ થાય તો રૃા. ૨૦૦૦ કરોડ થાય. મેયર અને અન્ય હોદ્દેદારો આને રૃા. ૨૦૦ કરોડનું કૌભાંડ કહે છે.

આમા બીજી ગેરરીતિ એ છે કે આમા બેન્ક ગેરન્ટી સાંઇ રૃચી ડીએમસી ઇન્ફ્રાએ આપેલી છે જયારે ટેકનિકલ બીડ નારાયણ રિઅલ્ટીનું સ્ટેન્ડીગે પાસ કરેલું છે. સમજુતિ કરારની પાંચા નંબરની કલમ 'H' નંબરનો મુદ્દો છે કે રોમેશ અનિલભાઇ શાહે ટેન્ડર માટે અથાગ પ્રયાસ કર્યો છે. માટે ૧૫ ટકા પાર્ટનરશીપ નારાયણ રિઆલ્ટીએ આપવાની રહેશે.આ અથાગ પ્રયાસ એટલે શું? ૨૦૦૦ કરોડના ૧૫ ટકા એટલે ૩૦૦ કરોડ રોમેશ શાહને શેના અપાશે?

 

Post Comments