Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો પ્રથમ કેસ સન ૨૦૦૯માં નોંધાયો હતો

- દર ૧૦ થી ૪૦ વર્ષના ગાળામાં ફ્લુ તેની પેટર્ન બદલે છે

- સન ૧૭૮૧માં રશિયામાં અને ૧૮૩૦માં એશિયામાં આ બીમારી ફેલાઈ હતી ઈ.સ. ૧૯૧૮માં સ્પેનમાં આ બીમારીએ ૭થી ૮

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

વડોદરા શહેરમાં ૨૦૬ સહિત મધ્ય ગુજરાતમાં સ્વાઇન ફ્લુના ૩૦૦ કેસ નોેંધાયા છે અને તેમાં રોજ વધારો થઇ રહ્યો છે આ સ્થિતિમાં લોકો આ રોગને લઇને ચિંતાતુર છે. ત્યારે સ્વાઇન ફ્લુ શું છે અને તેના ફેલાવા પાછળના કારણો  ક્યા ક્યા છે તે અંગે જાણવુ ખુબ જરૃરી છે.

વડોદરાના આરોગ્ય અધિકારીઓ તથા જાણીતા ડોક્ટરોએ આ અંગે માહિતી આપતા કહ્યુ હતું કે, સ્વાઇન ફ્લુ વિષાણુથી થતો શ્વાસન તંત્રનો ચેપ છે અને તે એરબોર્ન એટલે કે હવાથી ફેલાતી બીમારી છે. આમ જોઇએ તો આ એક સામાન્ય ઇન્ફ્લુએન્ઝા બીમારી જ છે કે જે ૨૦૦ પ્રકારના વિષાણું (વાયરસ)થી થાય છે પરંતુ તેની સારવાર શરૃ કરવામાં થતી બેદરકારી અથવા તો દવા લેવામાં બેદરકારી આ બીમારીને જોખમી બનાવી દે છે.

પશુ, પક્ષી અથવા મનુષ્યમાં ઇન્ફ્લુએન્ઝા રોગ માટે જવાબદાર વાયરસના જીનેટીક બંધારણમાં દર ૧૦ થી ૪૦ વર્ષના ગાળામાં ફેરફાર થાય છે અને નવો વાયરસ ઉત્પન્ન થાય છે. આ નવા વાયરસથી બીમારી થાય ત્યારે શરીરમાં તેના પ્રત્યેની રોગ પ્રતિકારક શક્તિ નહી હોવાના કારણે તે ફેલાવા લાગે છે અને મહામારીનું સ્વરૃપ પણ ધારણ કરે છે. આ બીમારીનો ઇતિહાસ એવો છે કે સન ૧૭૮૧ અને ૧૮૩૦માં રશિયા તથા એશિયામાં મહામારી ફેલાઇ હતી. સન ૧૯૧૮માં સ્પેનમાં આ બીમારીના કારણે ૭ થી ૮ કરોડ લોકોના મોત થયા હતા.ત્યાર બાદ ૧૦ થી ૪૦ વર્ષના ગાળામાં આ બીમારી મહામારી રૃપે જોવા મળી રહી છે.

આમ તો ઇન્ફ્લુએન્ઝાને આપણે શરદી, સળેખમના નામે ઓળખીએ છીએ અને સન ૨૦૦૯માં સામાન્ય ફ્લુના વાયરસના જિનેટીક બંધારણમાં ફેરફાર થવાના કારણે તે ફેલાઇ રહ્યો છે. ગુજરાતમાં પણ સ્વાઇન ફ્લુનો પ્રથમ કિસ્સો સન ૨૦૦૯માં સામે આવ્યો હતો. ડુક્કરના સંસર્ગમાં ફ્લુના વાયરસના બંધારણમાં ફેરફાર થયુ હોવાથી તેને સ્વાઈન ફ્લુ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે ઠંડીની રૃતુમાં અને વરસાદી ભેજવાળા વાતાવરણમાં આ બીમારી ફેલાતી હોય છે.

સ્વાઇન ફ્લુનો વાયરસ મોબાઇલ-લેપટોપ પર બે દિવસ જીવતો રહે છે
- સ્વાઇન ફ્લુ હવાથી ફેલાતો ચેપી રોગ છે. ચેપગ્રસ્ત દર્દી બોલતી વખતે, ખાંસી કે છીંક ખાય ત્યારે રોગના વાયરસ હવામાં ફેલાય છે.વાતાવરણમાં ફેલાયેલા આ વાયરસથી અન્ય વ્યક્તિઓને ચેપ લાગે છે
- દર્દી સાથે હાથ મીલાવવાથી અથવા તો તેને વાપરેલી વસ્તુઓ વાપરવાથી પણ ચેપ લાગે છે. આ રોગના વિષાણું ચામડી પર પાંચથી દશ મિનિટ અને નિર્જીવ વસ્તુઓ જેમ કે પ્લાસ્ટીક, સ્ટીલ, લેપટોપ, ફોન વગેરે પર બે દિવસ જીવે છે.

સ્વાઇન ફ્લુના લક્ષણો
- સામાન્યથી ભારે તાવ
- ગળામાં સોજો આવવો અને દુ:ખાવો થવો
- શરદી,ખાસી અને શરીરમાં નબળાઇ
- ઝાડા-ઉલ્ટી થવા, ઠંડી લાગવી
- શરીર તુટતું હોય તેવુ લાગે
- કેટલાક કિસ્સામાં ગળામાંથી લોહી પડે
- બાળકોમાં ખાસી અને તાવ સાથે બાળક રમતુ ના હોય, ઘેનમાં રહેતુ હોય,શ્વાસની તકલીફ
આ પ્રકારની લક્ષણો જણાય તો તેને ગંભીર ગણીને તુરંત સારવાર શરૃ કરાવવી
-  સ્વાઇન ફ્લુ ૫ વર્ષથી નાના અને ૬૫ વર્ષથી મોટી વ્યક્તિને વધારે અસર કરે છે
- સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી રાખવી
- દમ, શ્વાસના રોગીઓ, ડાયાબિટીઝ, હૃદયરોગના દર્દીઓ, કિડની, રક્ત વિકાર અને એચઆઇવીના દર્દીઓ માટે આ રોગ જોખમી પુરવાર થઇ શકે છે.

Post Comments