Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીનો ઓફિસમાં જ ફાંસો ખાઇ આપઘાત

- શહેરમાં ૨૪ કલાકમાં આપઘાતના બે બનાવ

- વાસણા રોડ પર રાજીવ નગરમાં પણ ૨૧ વર્ષના યુવકે કમરપટ્ટાથી ફાંસો ખાઈને જીવન ટૂકાવ્યું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
શહેરમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન અલગ અલગ બનાવમાં બે યુવકોએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધા હતા.

પ્રથમ બનાવમાં વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પલેક્ષની બાજુમાં પ્રારંભ કોમ્પલેક્ષમાં આવેલી વીઆઇપી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતો ૨૫ વર્ષનો મિનાંક રમેશભાઇ પરમારે ઓફિસમાં જ ગુરૃવારે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ ફાંસો ખાઇ લીધો હતો. ઓફિસમાંથી અન્ય કર્મચારીઓ જતા રહ્યા હતા જે બાદ મિનાંકે ઓફિસને અંદરથી બંધ કરીને આપઘાત કરી લીધો હતો. મિનાંકના પિતા પોલીસ કર્મચારી હતા જો કે તેમનું ૧૦ વર્ષ પહેલા જ મોત થઇ ચુક્યુ છે. મિનાંકની માતા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર છે. મિનાંકનું ૬ મહિના પહેલા જ લગ્ન થયુ હતું. પાણીગેટ પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં વાસણારોડ પર આવેલા રાજીવનગર-૧માં રહેતા રામચંદ્ર કાકળે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. રામચંદ્ર કાકળેના ૨૧ વર્ષના પુત્ર વૈભવે આજે સવારે ૧૧ વાગ્યે ઘરમાં કાપડના કમરપટ્ટાથી ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરકામ માટે બહાર હતી તે દરમિયાન વૈભવે આ પગલુ ભરી લીધુ હતું. વૈભવે ધો.૧૨ પછી અભ્યાસ છોડી દીધો હતો અને છ મહિના પહેલા માર્કેટિંગ કંપનીમાં કામ પર લાગ્યો હતો પણ ત્યાથી પણ નોકરી છુટી જતા હાલમાં કોઇ કામધંધો કરતો નહતો બનાવ અંગે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે.
 

Post Comments