Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુલેટ ટ્રેનનું ટર્મિનલ અલકાપુરીથી જેતલપુર ગરનાળા વચ્ચે પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં થશે

- જનમહેલ જોડતો સબવે, ટર્મિનલ, ગરનાળાનું વિસ્તૃતીકરણ અને પાર્કિંગ માટેની જમીન સંપાદનનો ખર્ચ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન કરશે

વડોદરા,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેનનું વડોદરા ખાતે ટર્મિનલ અલકાપુરી ગરનાળાથી જેતલપુર ગરનાળા વચ્ચે રેલવે લાઇનની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બનાવવામાં આવશે.

મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેકટના ઝડપી અમલ માટે કેન્દ્ર સરકારે હાઇસ્પીડ રેલ કોર્પોરેશનની રચના કર્યા બાદ આજે વડોદરા ખાતે હાઇસ્પીડ રેલના અધિકારીઓ, વડોદરા કોર્પોરેશનના કમિશનર, પોલીસ કમિશનરની સંયુક્ત ટીમે રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી.

સ્થળ સ્થિતીનું નિરીક્ષણ કર્યા બાદ બુલેટ ટ્રેન પ્રોજેકટના ઝડપી અમલીકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા હાલમાં તૈયાર થતા જનમહેલથી રેલવે સ્ટેશનને જોડતો અંડરપાસ (સબવે), જેતલપુર ગરનાળાનું વિસ્તૃતીકરણ તેમજ બુલેટ ટ્રેનને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશનની આસપાસની જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાઇસ્પીડ રેલ કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, અને પોલીસ વિભાગની સંયુક્ત બેઠક બુલેટ ટ્રેનના ટર્મિનલ અલકાપુરી ગરનાળાથી જેતલપુર ગરનાળા વચ્ચે બનાવવામાં આવશે. હાલની રેલવે લાઇનના પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં બંન્ને તરફ બુલેટ ટ્રેનનું ટર્મિનલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.

કોર્પોરેશન દ્વારા જનમહેલ પીપીપી ધોરણે બનાવવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત સબવે, ટર્મિનલ તેમજ પાર્કિંગ માટેની જમીન સંપાદનની કાર્યવાહી હાઇસ્પીડ રેલ કોર્પોરેશન કરશે. આ આયોજન પાછળ જે ખર્ચ થશે તે પણ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

Post Comments