Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એસએસજીના પિડિયાટ્રીક વોર્ડમાં ૫ દિવસના બાળકનું શંકાસ્પદ મોત

- માતા બાળકને તરછોડીને જતી રહી હોવાના મામલામાં નવો વળાંક

- બાળકના મોત અંગે ડોક્ટરોએ પોલીસમાં રિપોર્ટ આપ્યો પરંતુ પી.એમ. નહી કરાવતા આશ્ચર્ય : ઇપીઆર થાય એટલે પીએમ કરાવવુ ફરજિયાત છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
એસએસજી હોસ્પિટલના પિડિયાટ્રીક વોર્ડમાં ગુરૃવારે સાંજે ૫ દિવસના બાળકનું મોત થયુ  હતું. બાળકના રહસ્યમય મોતનું કારણ છુપાવવા માટે પિડિયાટ્રીક વોર્ડના ડોક્ટરોએ લાશનું પી.એમ. કરાવ્યા વગર જ લાશને સાંેપી દીધી હોવાની ઘટના બહાર આવી છે.

પાવીજેતપુર તાલુકાના ઘુંટીયા ગામમાં રહેતો નગીન નાયકાની પત્ની ગીતાએ ગત તા.૫ નવેમ્બરે બોડેલીના જબુગામ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકની તબિયત લથડતા જબુગામથી બાળકને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતું. એસએસજી હોસ્પિટલના પિડિયાટ્રીક વોર્ડના આઇસીયુમાં આ બાળકને દાખલ કરાયુ હતુ અને તેની સારવાર ચાલી રહી હતી.

એસએસજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે અને અહી ગરીબ દર્દીઓની દવા અને સારવાર તદ્ન નિઃશુલ્ક થવી જોઇએ તેના બદલે ડોક્ટરોની મેડિકલ સ્ટોર અને લેબ સાથે ચાલતી સિન્ડિકેટના કારણે ગરીબ દર્દીઓએ પણ બહારથી દવા લાવવી પડે છે,અને રિપોર્ટ માટે ગજા બહારનો ખર્ચ કરવો પડતો હોય છ.ે આથી  તેની માતા કાલે પૈસાની વ્યવસ્થા કરવા માટે ગામ ગઇ હતી અને પાછળથી પિડિયાટ્રીક વોર્ડના ડોક્ટરોએ બાળકને છોડીને માતા ફરાર થઇ ગઇ હોવાની ફરિયાદ પોલીસને આપી દેતા પોલીસ પણ માતાને શોધવા કામે લાગી હતી આ દરમિયાન ગઇકાલે સાંજે તેની માતા પૈસા લઇને પરત ફરી હતી પણ ત્યારે ડોક્ટરોએ બાળકનું મોત થયુ હોવાની જાણ કરી હતી. બાળકનું પરિવાર આદિવાસી અને અભણ છે,તેમણેે ડોક્ટરોની વાત માની લીધી.

પણ આ કેસમાં ડોક્ટરોએ એક મામલામાં કરેલી ભૂલથી બાળકનું મોત શંકા ઉપજાવી રહ્યુ છે. બાળકના મોત બાદ ડોક્ટરોએ પોલીસને ઇમર્જન્સિ પેશન્ટ રિપોર્ટ (ઇપીઆર) માટે નોંધ કરાવી હતી. કોઇ પણ પેશન્ટના મૃત્યુ અંગેનો ઇપીઆર નોંધાય એટલે લાશનું એમએલઓ દ્વારા અથવા તો પેથોલોજિકલ એડવાઇસથી પી.એમ. કરાવવુ ફરજીયાત છે પણ આ મામલામાં પિડિયાટ્રીક્ટના ડોક્ટરોએ કે એમએલઓએ પી.એમ. કરાવવાની નોંધ જ નથી કરી અને લાશને બાળકના વાલીને સોંપી દેવાની ભલામણ કરી છે.

પાવીજેતપુર પોલીસની ગંભીર બેદરકારીના કારણે
બાળકની લાશનો કબજો મેળવવા માતાએ ૨૪ કલાક રઝળવુ પડયુ
બાળકના મોત અંગેના જરૃરી કાગળ તૈયાર કરવા માટે ૨૪ કલાક બાદ એસએસજીમાં પહોંચી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
પૈસાની વ્યવસ્થા કરવા માટે આદિવાસી અબુધ માતા પોતાના ગામમાં ગઇ અને પરત ફરી તો એસએસજી હોસ્પિટલમાં બાળક મરેલુ મળ્યુ. ડોક્ટરોએ કહ્યુ કે તું બાળકને છોડીને જતી રહી અને તારી આ બેદરકારીથી બાળક મરી ગયુ.

કુદરતની જેવી ઇચ્છા એવુ મન મનાવીને બાળકના માતા પિતા ગીતા અને અને નગીને બાળકની લાશ મેળવવા માટે ડોક્ટરને વિનંતી કરી હતી. પણ આ તો સરકારી હોસ્પિટલ છે. સરકારી કાગળ તૈયાર ના થાય ત્યા સુધી લાશનો કબજો તો ઠીક ઘણા કિસ્સામાં લાશ જોવા પણ દેતા નથી. ડોક્ટરોએ એસએસજીમાં આવેલી પોલીસ ચોકીમાં બાળકના મોતની જાણ કરી દીધી હતી જે બાદ એસએસજીની પોલીસ ચોકી દ્વારા પાવીજેતપુર પોલીસને ગઇકાલે સાંજે જ જાણ કરી દેવાઇ હતી. હવે જ્યા સુધી પાવીજેતપુર પોલીસ એસએસજી હોસ્પિટલમાં આવીને જરૃરી કાગળ તૈયાર કરીને એમએલઓને આપે નહી ત્યા સુધી લાશનો કબજો મળે નહી. ગુરૃવારે સાંજે ૭.૩૦ વાગ્યે પાવીજેતપુર પોલીસને જાણ કરાઇ હતી પણ પોલીસ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે એસએસજી હોસ્પિટલ પર પહોંચી જે બાદ બાળકની લાશને સોપવાની કાર્યવાહી શરૃ થઇ હતી

Post Comments