Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ટર્લિંગ ગુ્રપમાં હવાલાના કાળા નાણા ધોળા કરવાના ગોરખધંધા

- સંખ્યાબંધ બેઠકોમાંથી રૃા.૧૦,૦૦૦ કરોડની લોનો લઇને પછી લોન ભરપાઇ ન થતા કંપની ડિફોલ્ટર જાહેર થઇ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

સ્ટર્લિંગ ગુ્રપ ઓફ કંપનીના ડાયરેક્ટરો દ્વારા ૪૫ થી ૫૦ અલગ-અલગ કંપનીઓ ઊભી કરાઇ હતી. જે પૈકીની મુખ્ય પાંચથી છ કંપનીના ટર્ન ઓવરના નામે વિવિધ રાષ્ટ્રિય કૃત અને ખાનગી બેન્કો તેમજ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવી આ ગુ્રપની બીજી કંપનીઓ કે જે માત્ર કાગળ જ ચાલે છે. તે કંપનીઓમાં લોનના નાણાં જમા લઇ ખોટા ખર્ચાની એન્ટ્રી પાડી કરોડો રૃપિયાની ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

એન્ફોર્સ મેન્ટે ડિરેક્ટોરેટ દ્વારા વિવિધ સ્થળે સ્ટર્લિંગ ગુ્રપના ડાયરેક્ટરોની ઓફિશો અને નિવાસસ્થાનો પર દરોડા દરમ્યાન વિદેશથી હવાલા દ્વારા મંગાવવામાં આવેલા કરોડો રૃપિયા અંગેના મહત્વના પુરાવા તેમજ નાણાં મંગાવ્યા બાદ તેને 'વ્હાઇટ' કરવા માટે વિવિધ કંપનીઓમાં જે રીતે એન્ટ્રી પાડી જમા કર્યા અને તેમાં ખર્ચ કર્યાની પણ ખોટી એન્ટ્રીઓ પાડી હોવાની સ્ફોટક માહિતી બહાર આવી છે.

સ્ટર્લિંગ ગુ્રપની વિવિધ કંપનીઓ પૈકી મુખ્ય પાંચ ગણાતી (૧) સ્ટર્લિંગ બાયોટેક લિ., (૨) સ્ટર્લિંગ ઓઇલ રીસોર્સિસ લિ. (૩) સ્ટર્લિંગ પોર્ટ લિ. (૪) સ્ટર્લિંગ સેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ અને (૫) સ્ટર્લિંગ જીલેટીનના નામે જુદી જુદી બેન્કોમાંથી રૃા. ૫૦૦૦ કરોડની લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે.

આ પાંચ કંપની ઉપરાંત અન્ય ૪૦ થી વધુ કંપનીઓ જેમાં સેઝ, એરપોર્ટ, કન્સ્ટ્રક્શન, ટેલીકોમ્યુનિક્શન, વેસ્ટ મેનેજમેન્ટ, ગેસ ડીસ્ટ્રીબ્યુટશન, વિગેરે સેવા પુરી પાડવા માટે ઉભી કરવામાં આવેલી કંપનીઓમાં પણ બેન્કોના ડાયરેક્ટરો, અધિકારીઓને ખુશ કરી રૃા.૪૦૦૦ કરોડથી વધુ રકમની લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે.

સ્ટર્લિંગ ગુ્રપની વિવિધ કંપનીઓ દ્વારા બેન્કોમાંથી લેવામાં આવેલી લોનની રકમ રૃા.૧૦,૦૦૦ કરોડ સુધી પહોંચી છે. અગાઉ બેન્કોના ટોપ ટેન ડિફોલ્ટરોમાં સ્ટર્લિંગ ગુ્રપ સાતમા સ્થાને હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટના દરોડાના કારણે
રૃા.૪૦૬૦ કરોડમાં સ્ટર્લિંગ પોર્ટ કંપની વેચવાના સોદામાં અવરોધ
કલકત્તાની કંપની સાથે સ્ટર્લિંગ ગુ્રપનો આ સૌથી મોટો સોદો લગભગ ફાઇનલ સ્ટેજમાં હતો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર
સ્ટર્લિંગ ગૃપની સ્ટર્લિંગ પોર્ટ કંપની લિ.ના વેચાણનો રૃા.૪૦૬૦ કરોડનો સોદો કલકત્તાની કંપની સાથે નક્કી થઇ રહ્યો હતો પરંતુ ઇ.ડી.ના દરોડાને કારણે આ સોદો ઘોંચમાં પડયો હોવાનું જાણવા મળે છે. સ્ટર્લિંગ ગૃપની ૪૦થી વધુ કંપનીઓ ઊભી કરાઇ હતી પરંતુ તેમાંથી મોટાભાગની કંપનીઓ તો માત્ર કાગળ પર જ બનાવી દેવામાં આવી હતી. સ્ટર્લિંગ ગૃપની કાર્યરત એવી મુખ્ય પાંચથી છ કંપનીઓ પૈકી સ્ટર્લિંગ પોર્ટ લિ. પર પણ કરોડો રૃપિયાની લોન મેળવાઇ હતી અને તે રકમ બેન્કમાં ભરપાઇ નહીં કરી શકતા કંપની ડિફોલ્ટર જાહેર થઇ હતી. આ સ્ટર્લિંગ પોર્ટ લિ.નું વેચાણ કરી દેવાનું કંપનીના ડાયરેકટરોએ નક્કી કર્યુ હતું અને કલકત્તાની એક કંપની સાથે રૃા.૪૦૬૦ કરોડમાં વેચવાનો એગ્રીમેન્ટ પણ કરાયો હતો. સ્ટર્લિંગ ગૃપનો આ સૌથી મોટો સોદો હતો પરંતુ ઇડીના દરોડાના કારણે હવે મુશ્કેલી સર્જાઇ છે.

Post Comments