વડોદરાથી શિરડી, શિરપુર, માલેગાંવ જતી એસ.ટી. બસનો પ્રવાસ ફક્ત સાપુતારા સુધી
-ઔરંગાબાદથી વડોદરા પરત આવતી બસ ચાલીસગાંવમાં અટવાઈ
વડોદરા, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર
મહારાષ્ટ્રમાં ગઈકાલે ' કોરેગાંવ' ઉજવણીમાં દલિતો- મરાઠા વચ્ચે થયેલી હિંસક અથડામણના પડઘારૃપે વડોદરાથી મહારાષ્ટ્ર જતી એસ.ટી. બસ ગાડીઓને રસ્તામાં જ રોકી લેવી પડતા પ્રવાસીઓને અધવચ હાલાકીઓનો સામનો કરવો પડયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ૨૦૦ વર્ષ અગાઉ પૂણેમાં, ભારતના તત્કાલીન શાસકો અંગ્રેજો સાથે મળીને દલિતોએ મરાઠી પેશ્વા શાસકો સામે લડેલા યુધ્ધમાં દલિતો અને અંગ્રેજોનું સંયુક્ત જૂથ જીત્યુ હતુ.
ગઈકાલે આ વિજયને ૨૦૦ વર્ષ થયા હોઈ દલિતો એની ઉજવણી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં મરાઠાઓ સાથે ઘર્ષણ થયુ હતુ. જેમાં એક દલિત યુવકનું મોત થયુ હતુ. આ પછી બંને જૂથો વચ્ચે મોટા પાયે હિંસા ફાટી નિકળી હતી
મહારાષ્ટ્રની આ અશાંત પરિસ્થિતિની વિપરિત અસરરૃપે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) ના વડોદરા ડિવિઝનમાંથી ઉપડતી મહારાષ્ટ્રના વિવિધ સ્થળોની બસગાડીઓને અધવચ રોકી લેવી પડી છે.
વડોદરા સેન્ટ્રલ ડેપોથી મહારાષ્ટ્રના શિરડીની બે શિરપુરની એક અને માલેગાંવની એક બસ ઉપડે છે. આ બધી બસને ગઇ કાલે ઊભી થયેલી અશાંતિ પછી સાપુતારા (જિલ્લો ઃ ડાંગ) ખાતે રોકી લેવામાં આવી રહી છે. સાપુતારાથી આગળના પ્રવાસની ટિકિટના નાણાં, પ્રવાસીઓને વડોદરા ડેપોમાંથી રીફંડ કરી દેવાયા છે. સાપુતારા અને મહારાષ્ટ્ર વચ્ચે લગભગ ૭૦ કિલોમીટરનું અંતર છે.
પાદરા ડેપોની એક બસ વડોદરાથી શગાંવ વચ્ચે દોડે છે. આ ગાડીને સોનગઢ (જિલ્લોઃ સુરત) ખાતે રોકી લેવાય છે, જે મહારાષ્ટ્ર સરહદથી લગભગ ૪૦૦ કિલોમીટરના અંતરે છે. એ જ રીતે, કરજણ ડેપોની એક બસ વડોદરાથી ઔરંગાબાદ વચ્ચ દોડે છે.
અગાઉ, ઔરંગાબાદ પહોંચેલી બસ ગઇકાલે વડોદરા પરત આવી રહી હતી. ત્યારે માર્ગમાં અશાંતિના પરિણામે એને મહારાષ્ટ્રના ચાલીસગાંવ (જિલ્લોઃ જલગાંવ) ખાતે અટકાવી દેવાઇ છે.મહારાષ્ટ્રની પરિસ્થિતિ થાળે નહિ પડે ત્યાં સુધી બસ-પરિવહન સંબંધી ઉપરોક્ત વ્યવસ્થા અમલી રહેશે.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News