Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા જિલ્લામાં પેથોલોજિસ્ટ વિના ચાલતી કેટલીક લેબોરેટરી

-બોગસ ડિગ્રીધારી કે પેથોલોજીની લાયકાત વગરના સંચાલકો દ્વારા લેબ. માટેના નિયમોનો સરેઆમ ભંગ

વડોદરા, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર


ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ બરખાસ્ત કરતા ડોકટરો આંદોનના માર્ગે આગળ વધી રહ્યાં છે. ત્યારે હવે વડોદરા શહેર જિલ્લામાં પેથોલોજિસ્ટ , બાયોકેમિસ્ટ કે માઈક્રો બાયોલોજિસ્ટ વિનાની રામભરોસે ચાલતી લેબોરેટરી સામે પગલાં ભરવા અંગેનો મામલો રાજયના પોલીસ વડા સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.

મેડિકલ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી જરૃરીયાત અને વસ્તી પ્રમાણે ડોકટરોની સંખ્યા નહી હોવાથી એમ.બી.બી.એસ. ઉપરાંત અન્ય ડીગ્રી ધરાવનારા ડોક્ટરોની ડિમાન્ડ રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો ઝોલાછાપ'' ડોકટરો અર્થાત બોગસ ડિગ્રીધારી ડોકટરો ગેરકાયદે પ્રેકટીસ કરતાં હોવાથી બે વર્ષ પૂર્વે આરોગ્ય વિભાગે કેટલાક ડોકટરો સામે કાર્યવાહી કરી હતી. પરંતુ પાછળથી આ કામગીરી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયુ હતુ.

ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે કેટલાક ડોકટરો અને લેબોરેટરી વચ્ચની સાંઠગાંઠના કારણે દર્દીઓને હેરાનગતિ અને બિનજરૃરી ટેસ્ટના ખર્ચા થતા હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. '' ઝોલાછાપ'' ડોકટરો વિરૃધ્ધ પગલા ભરવામાં આવ્યા તે રીતે હવે  ઝોલાછાપ લેબોરેટરીવાળા સામે પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તેવી માંગણી રાજયનાં પોલીસવડા સમક્ષ કરવામાં આવી છે.

મેડિકલના નિયમ પ્રમાણે બ્લડ યુરીન કે બ્લડ ટેસ્ટ માટે લેબોરેટરી ચલાવનારા સંચાલકોએ નિયમ પ્રમાણે પેથોલોજીસ્ટ, બાયોકેમિસ્ટ કે માઈક્રો બાયોલોજીસ્ટ અને લેબ ટેકનીશ્યન રાખવાના હોય છે. જેમાં બાયો કેમિસ્ટ અને બાયોલોજીસ્ટ દર્દીના નમૂના લે અને તે બાદ ટેસ્ટના રિપોર્ટ પર પેથોલોજીસ્ટ સહી કરે તે માન્ય ગણવામાં આવે છે. પરંતુ કેટલાક લેબોરેટરીવાળા અમુક લાયકાતવાળો સ્ટાફ રાખતા નથી અને માત્ર લેબટેકનીશ્યન પરજ તેઓ નિર્ભર રહે છે. એટલું જ નહી પેથોલોજીસ્ટ ની શોર્ટે જ હોવાથી તેઓના નામની સહી કરીને દર્દીઓને રિપોર્ટ આપી દેવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.

વડોદરા શહેર જિલ્લામાં અંદાજે ૬૦ થી ૭૦ એમ.ડી. (પેથોલોજીસ્ટ) છે. તેઓની સંખ્યા ઓછી હોવાથી વડોદરા શહેર જિલ્લામાં ૨૦૦ જેટલી પેથોલોજી લેબોરેટરીઓ  ''ઝોલાછાપ'' રીતે રામભરોસે ચાલી રહી છે.

આ ઝોલા છાપ'' લેબોરેટરીમાં કાંતો પેથોલોજીસ્ટ કે બાયો લોજીસ્ટ કે માઈક્રો બાયોલોજીસ્ટ પૈકી એકને રાખવામાં આવે છે. જ્યારે કેટલાક તો માત્ર કમિશન પર રિપોર્ટ તૈયાર કરવા અંગેની લેબોરેટરીના સેન્ટર ચલાવતા હોય છે જ્યાં નમુના લઈને અન્ય લેબમાં મોકલવામાં આવે છે.

ગુજરાત પેથોલોજી લેબોરેટરી એસોસિએશનના કેટલાક અગ્રણીઓન રાજયના પોલીસ વડાને પત્ર લખી ગુજરાતમાં ચાલતી '' ઝોલાછાપ'' લેબોરેટરીના સંચાલકો સામે પોલીસ કેસ કરવાની માંગણી કરી છે. ગુજરાતમાં ચાલતી ગેરકાયદે પેથોલોજી લેબોરેટરીના નામોની યાદી પણ સુપ્રત કરી હોવાનું જાણવા મળે છે.

Post Comments