Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રેકટરને ટ્રકની ટક્કરથી અકસ્માત દાહોદ જિલ્લાના છ શ્રમજીવીઓના મોત

-શ્રમજીવીઓ ટ્રેકટરમાં બેસી રોજી રોટી માટે ઉત્તર ગુજરાત જતાં હતા

દાહોદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

અરવલ્લી જિલ્લામાં માલપુરના અંબાલિયા પાસે આજે મળસ્કે ટ્રક અને ટ્રેકટર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં ચાર પુરૃષ બે મહિલા સહિત છ શ્રમજીવીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અને ૧૩ વ્યક્તિને ઈજા થઈ હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાદવાલ ગામના શ્રમજીવીઓ ટ્રેકટરમાં બેસી ખેત મજૂરી માટે પાટણ જતા હતા. ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

માલપુર ગોધરા સ્ટેટ હાઈવે પર અંબાલિયા ગામ પાસે આજે વહેલી પરોઢે ત્રણ વાગ્યાના સુમારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકે ટ્રેકટરને પાછળથી અડફેટે લીધુ હતુ. જેમાં છ શ્રમજીવીના કરૃણ મોત નિપજ્યા હતા.

જ્યારે ટ્રેકટરમાં સવારે અન્ય ૧૩ લોકો શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને માલપુર, મેઘરજ, મોડાસાની ૧૦૮ ઇમર્જન્સી સેવા મારફતે સારવાર અર્થે પ્રથમ માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ૪ ઈસમો વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડયા છે.

અકસ્માતની જાણ થતાં જ વહેલી સવારે સાડા ત્રણ વાગે ઘટના સ્થળે પહોંચેલા માલપુર પીએસઆઈ કે ડી બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટ્રકે ટ્રેકટરને અડફેટે લીધા બાદ ટ્રેકટર ૫૦ થી ૬૦ ફુટ સુધી ઢસડાયુ હતુ. અને બાજુમાં આવેલી એક દુકાન અને એક કાચા મકાનને પણ નુકશાન થતુ હતુ.

Post Comments