Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાના 68 વર્ષીય સિનિયર સિટિઝને ઈન્ટરનેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ

-લોંગ જમ્પમાં 4.80 મીટરનો કુદકો માર્યો

 

વડોદરા,તા,13 ઓગષ્ટ,રવિવાર
મલેશીયા ખાતે તાજેતરમાં જ સંપન્ન થયેલી ઇન્ટરનેશનલ ઓપન માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં વડોદરાના ૬૮ વર્ષના વેટરન એથ્લેટ મહેન્દ્ર પટેલે લોંગ જંપમાં ૪.૮૦ મીટરનો કુદકો લગાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. બે વર્ષ પહેલા આ સ્પર્ધા ઓસ્ટ્રેલીયા ખાતે યોજાઇ હતી જેમાં તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
તા.૨૨ અને ૨૩ જુલાઇ દરમિયાન મલેશીયા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૨૨ દેશના વેટરન ખેલાડીઓ (૪૦ વર્ષથી વધુ વયના ખેલાડીઓ કે જેમને જે તે ખેલનો ખુબ લાંબો અનુભવ છે એવા ખેલાડીઓ વેટરન કક્ષામાં આવે છે) એ ભાગ લીધો હતો. લોંગ જંપમાં ૨૨ દેશો સાથેના મુકાબલામાં મહેન્દ્ર પટેલે પ્રથમ રાઉન્ડમાં ફાઉલ થયા હતાં જેના કારણે તેઓ ગોલ્ડ મેડલ મેળવી શક્યા ના હતા તેમ છતા તેઓએ બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાત તથા વડોદરાનું ગૌરવ વધાર્યુ છે. ૨૦૧૫માં ઓસ્ટ્રેલીયા ખાતે યોજાયેલી ઓપન માસ્ટર એથ્લેટિક્સમાં વિવિધ સ્પર્ધાઓમાં મળીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોંઝ એમ ત્રણ મેડલ તેઓએ મેળવ્યા હતા.
મહેન્દ્ર પટેલ એરફોર્સમાંથી નિવૃત થયા બાદ આઇપીસીએલમાં ફરજ બજાવતા હતા. મહેન્દ્ર પટેલે કહ્યુ હતું કે મે ૨૬ વર્ષ સુધી હોકી રમ્યા બાદ વેટરન એથ્લેટીક્સમાં જંપલાવ્યુ.એરફોર્સની હોકી અને ક્રિકેટ ટીમમાં પણ રાષ્ટ્રીય સ્તરની ટુનાર્મેન્ટો રમી છે. મે સમગ્ર જીવન ખેલકુદને સમર્પીત કર્યુ છે એટલે આજે ૬૮ વર્ષની ઉમરે પણ હું યુવાનોને ૧૦૦ મીટરની દોડમાં મને હરાવવા ચેલેન્જ આપુ છું.હવે હું ૨૪ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ચીન ખાતે યોજાનાર એશિયન માસ્ટર ગેમમાં પણ ભાગ લેવા જઇ રહ્યો છુ.


 

Post Comments