Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાઃસ્માર્ટ સિટીના નામે સેંકડો વૃક્ષોની કત્લેઆમ નિશ્ચિત

ઈંદિરા એવન્યુ તરીકે ઓળખાતો ઘટાદાર રોડ ભૂતકાળ બની જશે

જાણો કેમ વડોદરાનો આ રોડ ઈંદિરા એવેન્યુ તરીકે ઓળખાય છે

 

વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના નામે કોર્પોરશનના શાસકોએ રસ્તાઓ પહોળા કરવા માંડયા છે.જેના કારણે વડોદરાના સૌથી ઘટાદાર વૃક્ષો ધરાવતા રસ્તાઓ પૈકીના એક ઈન્દિરા એવેન્યુ ભૂતકાળ બની જશે.
જેલરોડથી સયાજી હોસ્પિટલને અડીને સયાજીગંજ જતા આ રોડ પરના સેંકડો ઘટાદાર વૃક્ષોની સ્માર્ટ સિટી બનાવવાના નામે કત્લેઆમ નિશ્ચિત છે.હાલમાં રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે અને કેટલાક વૃક્ષોનો સોથ વળી પણ ગયો છે.

 

ઈન્દિરા એવેન્યુનો ઈતિહાસ પણ રસપ્રદ છે.વડોદરાના આર્ટ હિસ્ટોરીયન ચંદ્રશેખર પાટીલના કહેવા પ્રમાણે આ રોડને મહારાજા સયાજીરાવે વિકસીત કર્યો હતો.પોતાની પુત્રી ઈન્દિરારાજેના જન્મ પછી રોડને ઈન્દિરા એવેન્યુ નામ અપાયુ હતુ.રસ્તાની બંને બાજુએ મહારાજાએ ૮૦૦ જેટલા વૃક્ષો રોપાવીને તેનુ જતન કરાવ્યુ હતુ.
કાળક્રમે સંખ્યાબંધ વૃક્ષો કુદરતી કે અન્ય કારણસર પડી ગયા હતા પરંતુ બાકીના જે સેંકડો વૃક્ષો રહ્યા છે તેનો ખાતમો રોડ પહોળો કરવાના નામે બોલી જશે તે નિશ્ચિત છે.આશ્ચર્યની વાત એ છે કે વડોદરાની કોઈ પણ સંસ્થા આનો વિરોધ કરવા માટે આગળ આવી રહી નથી.કોર્પોરેશનના શાસકોને વડોદરાની લીલોતરીનો ખાતમો બોલાવવાની છુટ મળી ગઈ હોય તેમ લાગે છે.



કોર્પોરેશનના શાસકો એવો દાવો કરી રહ્યા છે કે આ વૃક્ષોને લઈ જઈને બીજી જગ્યાએ રોપવામાં આવશે.જોકે આ દાવો પણ ખોખલો અને પોકળ સાબીત થાય તેવી સંભાવના વધારે  છે.બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.અરૃણ આર્યનુ કહેવુ છે કે આટલી ગરમીમાં આટલા મોટા વૃક્ષોને બીજે ટ્રાન્સપ્લાન્ટ કરવા અઘરા છે.ટ્રાન્સપ્લાન્ટ થયા પછી તે ઉગે તેવી શક્યતાઓ પણ ઓછી છે અને ચોમાસા સુધી જો રાહ જોવામાં આવે તો વૃક્ષો ત્યાં સુધીમાં મોતને ભેટશે.તે વખતે કદાચ કોર્પોરેશન હાથ અધ્ધર કરી દેશે.

Keywords scores,of,trees,will,be,cut,down,,

Post Comments