Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાળા સંચાલકો ૨૮ માર્ચ સુધી પણ ફી માટે રાહ જોવા તૈયાર નથી

- વુપ્સા સાથે સંકળાયેલી મોટાભાગની સ્કૂલોની આગામી વર્ષની ફી માટે ઉઘરાણી

- ફી નિર્ધારણ સમિતિએ ૨૮ માર્ચ સુધીમાં પ્રોવિઝનલ ફી નક્કી કરવાની છે:સ્કૂલોેએ પ્રોવિઝનલ ફીના નામે ગત વ

વડોદરા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

એક તરફ સરકારે ૨૮ માર્ચ સુધીમાં ફી નિર્ધારણ સમિતિને સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરવાની સૂચના આપી દીધી છે પણ બીજી તરફ ખાનગી શાળાઓના સંચાલકો ૨૮ માર્ચ સુધી પણ રાહ જોવા માટે તૈયાર નથી.

મળતી વિગતો પ્રમાણે વડોદરામાં ખાનગી શાળાઓના સંગઠન વુપ્સા (વડોદરા યુનાઈટેડ પ્રાઈવેટ સ્કૂલ એસોસિએશન) સાથે હાલમાં ૫૦ જેટલી શાળાઓ સંકળાયેલી છે.આ પૈકીની માોટાભાગની શાળાઓએ વાલીઓને પ્રોવિઝનલ ફીના નામે ૨૦૧૮-૧૯ના વર્ષની ફી ભરવા માટે પરિપત્રો મોકલવા માંડયા છે.શાળાઓએ વાલીઓને ગત વર્ષ જેટલી જ કે તેના કરતા વધારે ફી હપ્તાવાર ભરવા માટે તાકીદ કરી છે.

એટલુ જ નહી શાળાઓએ વાલીઓ પર આ ફી ભરવા માટે દબાણ પણ વધારવા માંડયુ છે.સરકારે નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ફી લેવા માંગતી તમામ શાળાઓએ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ દરખાસ્ત કરવાની છે.સમિતિએ ૨૮ માર્ચ સુધીમાં દરેક શાળાની પ્રોવિઝનલ ફી નક્કી કરી દેવાની છે.આમ છતા શાળા સંચાલકો પ્રોવિઝનલ ફીના નામે તાબડતોબ ફી ભરવાનો આગ્રહ રાખી રહ્યા છે.

એક તરફ વાલીઓ કહી રહ્યા છે કે અમે સમિતિ જે નક્કી કરશે તે પ્રમાણે પ્રોવિઝનલ ફી ભરીશુ તો બીજી તરફ વુપ્સા સાથે સંકળાયેલા સ્કૂલ સંચાલકોની દલીલ એવી છે કે શાળાના સંચાલન માટેનો ખર્ચ કાઢવા અમારે ફી લીધા વગર છુટકો જ નથી.સમિતિ જે ફી નક્કી કરશે તેમાં જો તફાવત હશે તો તે રકમ અમે વાલીઓને પાછા આપવા માટે તૈયાર જ છે.

Post Comments