Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સયાજી જનરલ હોસ્પિટલને આજે 131 વર્ષ પૂરા થયા

- 56 બેડ સાથે શરૂ થઇ હતી અત્યારે 40 વોર્ડમાં 1513 બેડની સુવિધા

વડોદરા, તા.8 નવેમ્બર 2017,બુધવાર

મધ્ય ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી ગામડાઓના ગરીબ લોકોની જીવાદોરી સમાન વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ (એસએસજી હોસ્પિટલ) કાલે ૧૩૧ વર્ષની થશે. તા.૯મી નવેમ્બર ૧૮૮૬ના દિવસે વાઇસરોય લોર્ડ ડફરીને આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યુ હતું.

સન ૧૯૩૬ સુધી તો આ હોસ્પિટલ ડફરીન હોસ્પિટલ તરીકે જ ઓળખાતી હતી તેની પાછળનું કારણ એ હતુ કે આ હોસ્પિટલના નિર્માણ માટેનું ફંડ વાઇસરોય ડફરીને આપ્યુ હતું. મહારાણી ચીમનાબાઇનું ગભૉવસ્થા દરમિયાન જ અવસાન થતાં સર સયાજીરાવ ગાયકવાડને અત્યંત આઘાત લાગ્યો હતો અને પોતાના રાજ્યમાં સ્વાસ્થ્યની સેવામાં કચાશ હોવાનું લાગતા તેઓએ તમામ સુવિધાઓ ધરાવતી વિશાળ હોસ્પિટલ તૈયાર કરવાનો પ્લાન ૧૮૬૫માં ઘડયો હતો.

લક્ષ્મીવિલાસ પેલેસના આર્કીટેક્ટ રોબર્ટ ચીઝલોમે ડફરીન હોસ્પિટલની ડિઝાઇન બનાવી હતી અને ં ૩૬ એકરમાં આ હોસ્પિટલનું નિર્માણ થયુ હતુ તેને તૈયાર થતાં આશરે ૧૯ વર્ષનો સમય લાગ્યો હતો અને ૯મી નવેમ્બર ૧૮૮૬ના રોજ ૫૬ બેડ સાથેની આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયુ હતુ.

હોસ્પિટલ માટે ફંડ વાઇસરોય ડફરીને આપ્યુ હોવાથી સયાજીરાવે વાઇસરોયના પત્નીને સન્માન આપવા માટે  હોસ્પિટલનું નામકરણ લેડી ડફરીન તરીકે કર્યુ હતું. જો કે સન ૧૯૩૬માં હોસ્પિટલનું નામ બદલીને સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ કરી દેવાયુ હતું.

૧૩૧ વર્ષ પહેલા ૫૬ બેડ સાથે શરૃ થયેલી આ હોસ્પિટલનો વોર્ડની દ્રષ્ટીએ તો ખૂબ વિકાસ થયો છે જેમ કે હાલમાં ૪૦થી વધુ વોર્ડમાં ૧૫૧૩ બેડ છે અને વર્ષે ૧૦ લાખ આઉટ ડોર દર્દીઓ તથા સરારાશ એક લાખ ઇન્ડોર દર્દીઓ આ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓનો લાભ લે છે.

પરંતુ સારવાર માટે જરૃરી અધ્યતન સાધનો અને સુપર સ્પેશ્યાલિટિ ડોક્ટરોની ભરતી કરાતી નહી હોવાથી આમ જુઓ તો આટલી મોટી હોસ્પિટલ ખરા અર્થમાં ગંભીર રોગોના દર્દીઓ માટે તો શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઇ રહી છે. ગ્રામ્ય કક્ષાએ એક સામાન્ય દવાખાનામાં જે પાટાપિંડીની સુવિધા મળે એટલી જ સુવિધા એસએસજીમાં મળે છે.

Post Comments