Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુમનદીપ વિદ્યાપીઠના ગેરકાયદે બાંધકામ દુર કરવા મહેસૂલ વિભાગને રિપોર્ટ

-ડીડીઓએ કરેલા રિપોર્ટને ૧૩ દિવસ થવા છતાંય હજી સુધી ગેરકાયદે બાંધકામ યથાવત્

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.30 મે 2017, મંગળવાર

સુમનદીપ વિદ્યાપીઠના ચકચારી લાંચ કેસ પછી અન્ય પણ કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યાં છે. કોલેજનાં આંતરિક રસ્તા તથા માર્જીન પૈકીની ૩૩૩૫૦ ચો.મી. જમીન પરનું બાંધકામ અનધિકૃત હોઇ તે દુર કરવા માટે ડી.ડી.ઓ. દ્વારા ગાંધીનગર મહેસુલ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. અને ટૂંક સમયમાં જ ગાંધીનગર મહેસૂલ વિભાગ દ્વારા આ મામલે ૧૨ દિવસ પછી પણ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ અંગેની વિગત એવી છે કે, સુમનદીપ વિદ્યાપીઠના ચકચાર ભર્યા લાંચ કેસની તપાસ શરૃ થતાં મનસુખ શાહનાં એક પછી એક ગેરકાયદે કૃત્યો બહાર આવ્યા છે. મેડિકલ કોલેજની મંજૂરી લેવા માટે જમીનનાં બોગસ દસ્તાવેજો બનાવવાનાં કેસમાં મનસુખ શાહ અને પૂર્વ તલાટી વિરૃધ્ધ ગુનો દાખલ થયો છે. સાથે સાથે કલેકટરનાં આદેશથી મનસુખ શાહની કોલેજના બાંધકામની કાયદેસરતા અંગે પણ તપાસ શરૃ કરવામાં આવી હતી.

આ અંગે ડી.ડી.ઓ. દ્વારા તપાસ કરીને કલેકટર કેચીરમાં સુપરત કરવામાં આવેલા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કે.એમ.શાહ ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી મનસુખ શાહ દ્વારા જે. બાંધકામ થયું છે. તે અનધિકૃત છે. અને આ બાંધકામ માટે તેના દ્વારા કોઇ મંજૂરી મેળવવામાં આવી નથી. આ અનધિકૃત બાંધકામ બાબતે મનસુખ શાહ જ જવાબદાર છે.

વધુમાં આંતરિક રસ્તા તથા માર્જીન પૈકીની ૩૩૩૫૦.૧૯ ચો.મી. જમીન પરનું બાંધકામ નિયત શરતોનો ભંગ કરીને થયુ હોઇ આ અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે ૧૭-૫-૨૦૧૭ના રોજ નાયબ સચિવ મહેસુલ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર તરફ ડી.ડી.ઓ. તરફથી રિપોર્ટ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટને ૧૩ દિવસ વીતી ગયા હોવા છતાંય હજી સુધી ગેરકાયદે  બાંધકામ દુર કરાયુ નથી.

Post Comments