Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાહેબ મારો પુત્ર અમને કાઢી ના મૂકે એટલું કરી આપો

- આંખોમાં આંસુ સાથે વૃધ્ધની વિનવણી

- આ ઉમરે બેઘર થઇશું તો ક્યાં જઇને રહીશું?

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
વૃધ્ધ કનુભાઇને વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ મારો પુત્ર ને પરિવાર વાડી વિસ્તારમાં મારી સાથે રહેતો હતો. પરંતુ વર્ષ ૧૯૮૫ માં તે કારેલીબાગના મકાનમાં રહેવા આવ્યો હતો.

હું વાડીમાં જે મકાન હતુ તે મકાન વેચીને ભાડે રહેતો હતો. મકાનના વેચાણના જે છ લાખ રૃપિયા આવ્યા હતા. તે મારા બેંક એકાઉન્ટમાં છે જેનાથી મારૃ તથા મારા પત્નીનું ભરણ પોષણ ચાલે છે હાલમાં મારી આજીવિકાનું બીજું કોઇ સાધન નથી ઉમરના કારણે કોઇ કામધંધો કરી શકતો નથી. હાલમાં મારા પુત્ર સાથે રહુ છું છતાંય ટિફીન મંગાવીને ખાવું પડે છે. જો મારો પુત્ર મને ઘરમાંથી કાઢી મૂકે તો આ ઉંમરે અમે ક્યાં જઇશું? વકીલ સમક્ષ આંખોમાં આંસુ સાથે ગળગળા અવાજે વડીલે એક જ વિનંતી કરી હતી કે સાહેબ અમને ઘરમાંથી કાઢી ના મૂકાવ બસ એટલું કરી આપો. નહીતર આ ઉમરે અમે પતિ-પત્ની કયાં જઇશું?

પોલીસ કમિશનર અને કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
પુત્રનો ત્રાસ મૂંગા મોઢે સહન કરતા વૃધ્ધ કનુભાઇએ અત્યાર સુધી કોઇ ફરિયાદ કરી નહતી. પરંતુ જ્યારે મને ઘરમાંથી કાઢી મૂકવાની અને મિલકત વેચી દેવાની વાત શરૃ થઇ ત્યારે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાનું કનુભાઇએ જણાવ્યું હતું. અગાઉ તેમને પોલીસ કમિશ્નર કચેરી અને કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદો કરી હતી. પરંતુ બંન્ને ડિપાર્ટમેન્ટ તરફથી કોઇ કાર્યવાહી નહી થતા છેવટે તેમને કોર્ટમાં દાવો દાખલ કરવાની ફરજ પડી હતી.

કનુભાઇને એક પુત્ર ઉપરાંત બે પુત્રીઓ પણ છે જે પૈકી એક પુત્રી પાદરા તાલુકાના જાસપુર ગામે રહે છે. અને બીજી પુત્રી અમેરિકા રહે છે.

 

કારેલીબાગની ચંદ્રાવલિ સોસાયટીનો કિસ્સો
પરિણીત પૂત્ર સાથે રહેતા વૃધ્ધ દંપતીને રોજ રાત્રે ભૂખ્યા પેટે સૂવું પડે છે
અઠવાડિયા પૂર્વે પુત્રે વૃધ્ધ પિતાને માર માર્યો હતો
મકાનમાંથી માબાપને કાઢી મૂકી મિલકત વેચવાની પેરવી કરતા પુત્ર સામે કોર્ટમાં દાવો

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા,શુક્રવાર
૮૨ વર્ષની ઉંમરે પુત્ર સાથે રહેતા વડીલને ઘરની બહાર કાઢી મૂકવાની પેરવી થતા છેવટે વડીલને સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવો પડયો છે. પુત્ર મકાન વેચીને પોતાને રસ્તે રઝળતા ના કરી દે તે માટે કોર્ટમાં કરેલા દાવાની વધુ સુનાવણી આગામી ૨૮મી નવેમ્બરે રાખવામાં આવી છે. પુત્ર-પુત્રવધુ સાથે રહેવા છતાંય વડીલ દંપતીને રોજ રાત્રે ભૂખ્યા સૂઇ જવુ પડે છે.

આ અંગેની વિગત એવી છે કે, કારેલીબાગની ચંદ્રાવલિ સોસાયટીમાં રહેતા કનુભાઇએ પોતાના સગાપુત્ર સામે કોર્ટમાં દાવો દાખલ કરી પુત્ર મકાન ખાલી કરાવવાનું કૃત્ય ના કરે તથા આ મકાન મારી જ આવકમાંથી વસાવેલુ હોય તેમાં મારો અને મારી પત્નીનો હિસ્સો રહેલો હોવાનું હુકમનામુ કરી આપવા જણાવ્યું છે.
આંખોમાં આંસુ સાથે ૮૨ વર્ષના વયોવૃધ્ધ કનુભાઇએ જણાવ્યુ હતું કે હું વાડી વિસ્તારમાં અગાઉ રહેતો હતો અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મારી ચ્હાની દુકાન હતી. મારી આવકમાંથી મે કારેલીબાગની ચંદ્રાવલિ સોસાયટીમાં મકાન વસાવેલુ જે મકાન મારા પુત્રના નામે રાખ્યું હતું. ઉંમર વધતા મે મારો ધંધો પણ મારા પુત્રને સોંપી દીધો હતો.
મારી પત્નીને કંપવા વા ની બિમારી હોઇ તે કોઇ કામ કરી શકતા નથી જેથી દોઢ વર્ષ પૂર્વે વાડીનું મકાન છોડીને હું કારેલીબાગમાં પુત્રની સાથે રહેવા આવ્યો હતો. પુત્રની સાથે રહેતો હોવાછતાંય ૮૦ રૃપિયાનું ટિફિન મંગાવીને અમે પતિ-પત્ની જમીએ છે. એક ટિફીનમાં અમે પતિ-પત્ની પેટની ભૂખ સંતોષી શકતા ન હોય અમારે રાત્રે ભૂખ્યા સૂઇ જવુ પડે છે.
છેલ્લા કેટલાંક સમયથી પુત્ર અને પુત્રવધૂ અમને દંપતીને ઘરમાંથી કાઢી મૂકવાના પ્રયાસો કરે છે અને ત્રાસ ગુજારે છે. તેઓ આ મકાન વેચી દેવા માંગે છે. જો મકાન વેચી દે તો વૃધ્ધાવસ્થામાં મને અને મારી પત્નીને રસ્તા પર નિસહાય હાલતમાં જીવન ગુજારવું પડે તેવી પરિસ્થિતિ છે. અઠવાડિયા અગાઉ પુત્રએ મને અને મારી પત્નીને માર માર્યો હતો.
અમો પતિ-પત્ની વૃધ્ધાવસ્થામાં રઝળી ના પડીએ તે માટે આ દાવો દાખલ કરવાની ફરજ પડી છે.
વડીલ કનુભાઇએ વકીલ બિંદુકુમાર મારફતે સિવિલ કોર્ટમાં કરેલા દાવા અંગે અદાલતે કનુભાઇના પુત્રને નોટિસ જારી કરી છે તેમજ વધુ સુનાવણી આગામી ૨૮મી તારીખે રાખવામાં આવી છે.
 

Post Comments