Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૨ જાન્યુઆરીએ શાળા બંધના એલાનમાં વડોદરાના વાલીઓ પણ જોડાશે

સરકારની ફી નિર્ધારણ સમિતિ માત્ર નાટક છે, પાછલા બારણે શાળા સંચાલકોને જ લાભ અપાવાનો કારશો:વાલીઓના આક્ષ

વડોદરા, તા.2 જાન્યુઆરી 2018,મંગળવાર

વડોદરામાં આજે વાલી મંડળોની બેઠક મળી હતી જેમાં તા.૧૨મી જાન્યુઆરીએ આપવામાં આવેલા રાજ્યભરમાં શાળા બંધના એલાનને સંપૂર્ણ ટેકો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે ફી વધારા સામે લાલ આંખ કરી હોવા છતાં ખાનગી શાળા સંચાલકો દ્વારા બેફામ ફી ઉઘરાણું ચાલુ રાખવામાં આવતા રાજ્યભરના વાલી મંડળોએ ખાનગી શાળા સંચાલકો સામે આંદોલનનું એલાન કર્યુ છે અને તા.૧૨મી જાન્યુઆરીએ શાળાબંધનો કાર્યક્રમ રાખ્યો છે.

આ મામલે આજે વડોદરાના વાલી મંડળોની બેઠકમા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ચૂંટણીના કારણે સરકારે ફી નિર્ધારણ સમિતિના નામે માત્ર નાટક જ કર્યુ છે. ખાનગી શાળાઓને પાછલા બારણે લાભ અપાવા માટે જ આવી સમિતિઓની રચના કરાઇ છે. સરકાર તો ઠીક પણ ખાનગી શાળાના સંચાલકો હાઇકોર્ટની ટકોરને પણ માન આપતા નથી એટલે હવે આંદોલન એક જ રસ્તો બચ્યો છે.

રાજ્યભરમાં ખાનગી શાળાઓ દ્વારા ચલાવાતી ફીના નામે લૂંટ સામે વાલીઓ છેલ્લા ૯ મહિના કરતા વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં ચૂંટણીઓ માથે હોવાથી સરકારે પણ વાલીઓને ઉલ્લુ બનાવવા માટે તાબડતોબ એક 'ફી નિર્ધારણ સમિતિ'ની રચના કરી નાખી હતી.

પરંતુ આ સમિતિએ પણ ખાનગી શાળાઓ સામે લેવા જોઇએ તે પગલા લીધા નહી. હવે ફરીથી રાજ્યમાં ભાજપાની જ સરકાર રચાઇ છે ત્યારે વાલીઓને આશા હતી કે ખાનગી શાળાઓ સામે સરકાર કડક પગલા લેશે અને ફીના નામે થતી લૂટ બંધ થશે પરંતુ આ આશા ફળી નહી.

આ દરમિયાન જ ગુજરાત હાઇકોર્ટે ખાનગી શાળાઓના બે લગામ ફી ઉઘરાણા પર લગામ લગાવીને લાલ આંખ કરતા એક તબક્કે એવુ લાગ્યુ હતુ કે હવે શાળાની મનમાની અટકશે તેમ છતાં પણ હાઇકોર્ટની ટકોરનો પણ અનાદર કરીને શાળા સંચાલકો દ્વારા બીજા અને ત્રીજા હપ્તાની ફી ઉઘરાવાનું ચાલુ રાખતા હવે વાલીઓ આંદોલનના માર્ગે વળ્યા છે.

Post Comments