Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુમનદીપના જુઠ્ઠાણાની તપાસ માટે એમએસયુ સત્તાધીશો પત્ર લખશે

-સુમનદીપના સંચાલકો પાસે વિગતો મંગાવાશે અને નેકનુ પણ ધ્યાન દોરવામાં આવશે

વડોદરા,તા.1 જુન 2017, ગુરૂવાર

લાંચ લેવાના ગુનામાં જેલમાં ધકેલાયેલા મનસુખ શાહની સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા નેકના રીપોર્ટમાં એમ એસ યુનિવર્સિટી સાથેના  એમઓયુ  કરવામાં આવ્યુ હોવાનુ જુઠ્ઠાણુ પ્રકાશમાં આવ્યુ છે.એ પછી હવે યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલામાં સુમનદીપ વિદ્યાપીઠને પત્ર લખવાનુ નક્કી કર્યુ છે.

૨૦૧૫ના સપ્ટેમ્બર નેક કમિટિની મુલાકાત ટાણે ફુલગુલાબી ચિત્ર રજુ કરવા માટે સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા રીપોર્ટમાં વિવિધ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જેમાં વિવિધ સંસ્થાઓ સહીત એમ એસ યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યુ હોવાનુ પણ દર્શાવાયુ હતુ.

 સુમનદીપ વિદ્યાપીઠનો દાવો યુનિવર્સિટી સત્તાધીશો પોકળ હોવાનુ કહી રહ્યા છે.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસનુ કહેવુ છે કે અમે ૨૦૦૯થી અત્યાર સુધી ૬૬ શૈક્ષણિક સંસ્થાઓ અને કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે.જેમાં સુમનદીપ વિદ્યાપીઠનો સમાવેશ થતો નથી.

જોકે જે પ્રકારે સુમનદીપના સંચાલકોએ જુઠ્ઠાણુ ચલાવ્યુ છે કે તની યુનિવર્સિટી સત્તાધીશોએ ગંભીર નોંધ લીધી છે.યુનિવર્સિટીના રજીસ્ટ્રાર,ઓએસડી નિરજા જયસ્વાલે એક વાતચીતમાં કહ્યું હતુ કે સુમનદીપ સાથે એમઓયુ થયુ હોવાનુ અમારા ધ્યાનમાં તો નથી.જો સુમનદીપ દ્વારા આવો દાવો તેમના રીપોર્ટમાં કરવામાં આવ્યો હોય તો તેઓ અમને એમઓયુની નકલ પુરી પાડે.આ અંગે અમે સુમનદીપના સત્તાધીશોને પત્ર પણ લખીશું.જરૃર પડે તો આ અંગે અમે નેકનેુ પણ ધ્યાન દોરીશું.

Post Comments