Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેવી-દેવતાના બિભત્સ ચીત્રો દોરનાર ચંદ્રમોહને MS યુનિ.ની હેડ ઓફિસને આગ ચાંપી

- વર્ષ 2007માં બિભત્સ ચીત્ર દોરતા પરિણામ અને ડિગ્રી અટકાવી દેવામાં આવી હતી

વડોદરા, તા. 2 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં આવેલી એમ.એસ.યુનિવર્સિટીને એક માથા ફરેલા વિદ્યાર્થીએ હેડ ઓફિસને આગ ચાંપી દેતા યુનિવર્સિટીમાં અફડાતફડી મચી જવા પામી છે.

બનાવની વિગત એમ.એસ.યુનિવર્સિટીમાં વર્ષ 2007માં ફાઇનઆર્ટ્સ ફેકલ્ટીના પ્રદર્શનમાં ચંદ્રમોહન નામના વિદ્યાર્થીએ દેવી-દેવતા ભિભત્ચ સિત્રો મુકીને વિવાદ સર્જ્યો હતો. ઘટનામાં જે-તે સમયે ચંદ્રમોહનની ધરપકડ થઇ હતી. ખુબ મોટો વિવાદ સર્જાયો હતો ત્યાર બાદ ચંદ્ર મોહનનું પરિણામ અને ડિગ્રી જાહેર કરવામાં આવ્યું નહતું.

છેલ્લા ચાર-પાંચ દિવસથી ચંદ્રમોહન યુનિવર્સિટીની હેડ ઓફિસે આંટા મારી રહ્યો હતો. ત્યારે આજે સાંજે પાંચ વાગ્યે બે પેટ્રોલની બોટલ અને રમકડાની નકલી પિસ્તોલ લઇને વીસી ઓફિસ પહોંચી ગયો હતો અને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. જોત-જોતામાં જ વીસી ઓફિસ બળીને ખાખ થઇ ગઈ.

ઘટનાને પગલે હેડ ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓ જીવ બચાવવા માટે ઓફિસની બહાર દોડી આવ્યા હતા જ્યારે વાઇસ ચાન્સેલર બહાર ગામ હોવાથી એમનો આબાદ બચાવ થયો હતો.

આગને પગલે લાખો રૂપિયાનું નુકશાન થુયું છે. અગત્યની ફાઇલો ભસ્મીભૂત થઇ હોવાનું મનાય છે. જ્યારે આગ ચાંપના યુવકને સિક્યોરિટી ગાર્ડે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો છે.

Post Comments