Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપના નારાજ આગેવાનો, કાર્યકર્તાને સમજાવવા માટે પીએમ મોદી પોતે ફોન કરશે

ફોન પર વાત કરવા માટે બે કલાકનો સમય ફાળવશે

વડોદરા,તા.6.ડીસેમ્બર
નેત્રંગ ખાતે જાહેરસભા પૂર્ણ કરી સ્ટેજ પરથી ઉતરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત ભાજપના સ્થાનિક આગેવાનોને જંબુસર અને વાગરા બેઠક પર વધુ ધ્યાન આપવા સૂચના આપી હતી. અને સાથે સાથે તેમણે આગેવાનોને જણાવ્યું હતું કે આવતીકાલે દિલ્હીથી ગુજરાત ભાજપના નારાજ આગેવાનો- કાર્યકરો સાથે ફોન કરીશ તેમ પણ જણાવ્યું હતુ.

ગુજરાતનાં પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી દાહોદ જાહેર સભા બાદ નેત્રંગ ખાતે જાહેરસભા યોજી હતી. આ જાહેર સભા બાદ ત્યાં ઉપસ્થિત રહેલા ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટકોર કરી હતી કે, જંબુસર અને વાગરા બેઠકની સ્થિતિ સારી નથી ત્યાં વધુ મહેનત કરવી પડશે આ બંને બેઠક પર વધુ ધ્યાન આપજો.
પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપનાં નારાજ આગેવાનો કાર્યકર્તાઓને ફોન પર સમજાવવા બે કલાકનો સમય ફાળવ્યો હોવાનું જાણવા મળે છે.

Post Comments