Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડો.મનસુખ શાહના ગેરકાયદેસર દબાણોનો લોકાયુક્તે રિપોર્ટ માંગ્યો

-ડીડીઓએ લોકાયુક્તને સુમનદીપના સાડા ત્રણ લાખ ફુટના દબાણનો રિપોર્ટ સુપ્રત કર્યો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.22 જુન 2017, ગુરૂવાર

વાઘોડિયાની પીપળીયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડો.મનસુખ શાહે તમામ નીતિ નિયમોને નેવે મુકી કેમ્પસમાં કરેલા ગેરકાયદેસર બાંધકામના ચર્ચાસ્પદ પ્રકરણનો મામલો હવે રાજ્યના લોકાયુક્ત પાસે પહોંચ્યો છે.


વાઘોડિયાની સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડો.મનસુખ શાહે કેમ્પસમાં બિલ્ડીંગ, હોસ્ટેલ, કેન્ટીનની મળેલી મંજૂરી ઉપરાંતની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોઇ જિલ્લા કલેક્ટરે માપણી કરાવી હતી.વડોદરા જિલ્લા પંચાયત દ્વારા બીજીવાર પણ માપણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પહેલીવાર માપણી કરવામાં આવી ત્યારે સર્વેનંબર ૩૩૬માં બે યુનિટમાં ૨૮,૪૪૬.૦૬ ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામ થયેલુ જણાઇ આવ્યુ હતુ.જ્યારે,બીજી વખત માપણી થતા બીજા ત્રણ યુનિટમાં ૪,૯૦૧.૧૩ ચો.મી. ગેરકાયદેસર બાંધકામ જણાઇ આવ્યુ હતુ.

આમ,સુમનદીપના કુલ પાંચ યુનિટમાં કુલ ૩૩,૩૫૦.૧૯ ચો.મી. એટલે કે અંદાજે સાડાત્રણ લાખ ફુટ ગેરકાયદેસર દબાણ કર્યુ હોવાનુ જણાઇ આવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી એન પટેલ દ્વારા કલેક્ટર અને રાજ્યના મહેસુલ વિભાગને રિપોર્ટ સુપ્રત કર્યો હતો.
હવે રાજ્યના લોકાયુક્તે પણ આ ચકચાર ભર્યા પ્રકરણમાં દરમિયાનગીરી કરી છે.લોકાયુક્તે આ પ્રકરણની વિગતો માંગતા વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ ગેરકાયદેસર દબાણનો રિપોર્ટ સુપ્રત કર્યો છે.

Post Comments