Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પર નેતાઓ અને હોદ્દેદારોનો ત્રાસ

-ભાજપના મહિલા સાંસદ સહિત ત્રણ મહિલા અગ્રણીઓ સામે ગંભીર આક્ષેપો

વડોદરા,તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

વડોદરા તાલુકા ભાજપના મહામંત્રીએ, પ્લીઝ હેલ્પ મી ગુજરાત,  હું  છું વિકાસ, હું છુ ગાંડો અને આંધળો વિકાસ, એ સૂત્ર સાથે સોશિયલ મીડિઆ પર ભાજપના ખેસ સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કરતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરાના સાંસદ,  ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ તાલુકાના ભાજપના નેતાઓ દ્વારા હુમલા તેમજ  એન્કાઉન્ટર કરાવવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ વારંવાર કરવા છતા કોઇ પગલા નહી લેવાતા આખરે કલેક્ટરને ફરિયાદ કરી તમેણેે ન્યાય માટે માંગણી કરી છે.

વડોદરા તાલુકાના સાંકદરા ગામના રહીશ તેમજ ભાજપ તાલુકા ઓબીસી મોરચાના મહામંત્રી સંજય  પંચાલે જણાવ્યુ હતુ કે  ચાર વર્ષથી ગામના  ભાજપ આગેવાનો તેમજ મોટા નેતાઓ દ્વારા મને ે  ત્રાસ આપવામાં આવે છે.

તેમણે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે ભાજપના તાલુકા મહિલા મોરચાના ઉપપ્રમુખ દક્ષાબેન ઠક્કર ગામમાં ગેરકાયદે દવાખાનું ચલાવતા હતા અને આ દવાખાનું મેં બંધ કરાવી દીધુ તે પછીં ભાજપના નેતાઓ મારા વિરુધ્ધ થઇ ગયા છે.

દક્ષાબેન તેમજ હાર્દિક ચાવડા અને અજીતસિંહ ચાવડા તેમજ અક્ષરબિહારીએ જુન-૧૫મા મારાં ઘરમાં પ્રવેશી ગર્ભવતી પત્નીને પેટમાં લાતો મારી હતી જેની ફરિયાદ દાખલ કરી હતી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે દક્ષાબેનને  સાંસદ રંજનબેન ભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ જીગીશાબેન પટેલ સાથે ઘરોબો હોવાથી તેમના માણસો મારફતે એન્કાઉન્ટર કરાવી દેવાની દક્ષાબેને ધમકી આપી હતી. જે અંગે પોલીસ કમિશ્નરને પણ ફરિયાદ કરી હતી. આજે જિલ્લા કલેક્ટરે સંજય પંચાલને તેમની ફરિયાદના અનુસંધાને બોલાવ્યો હતો અને ેપોલીસ કમિશ્નર સાથે ચર્ચા કરી યોગ્ય પગલા લેવાની ખાત્રી આપી હતી.

ત્રણ દિવસ પહેલા સંજય સાંકરદા જતો હતો ત્યારે અચાનક રોડ પર ટુ-વ્હીલર પરથી  નીચે પડી જતા તે બેભાન થવાથી   હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સંજયે કહ્યુ હતુ કે મને ખબર નથી કોણે આ કૃત્ય કર્યુ છે પરંતુ અગાઉ જે ધમકી મળી હતી તેના ભાગરૃપે જ આ કૃત્ય કરાયુ હોવાની મને શંકા છે.

 નોંધપાત્ર  બાબત એ છે કે માથે પાટાપિંડી  તેમજ ખભે ભાજપના ખેસ સાથે સંજય પંચાલે ગાંંડા વિકાસના નામે પોસ્ટ અપલોડ કરતા વાયરલ થઈ  છે.

Post Comments