Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મતદાનને દિવસે 'માઇક્રો પ્લાનિંગ' પ્રમાણે કામગીરી કરવા સુચના

-ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીની સમીક્ષા બેઠક

વડોદરા, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વે તૈયારીના ભાગરૃપે ભાજપ દ્વારા મધ્ય ગુજરાતના આગેવાનોની એકબેઠક હરણી મોટનાથ મંદિર પાસેના ખાનગી ફાર્મ હાઉસમાં મળી હતી જેમાં 'માઇક્રો પ્લાનિંગ' પ્રમાણે વ્યવસ્થાતંત્ર ગોઠવવા કેન્દ્રિય ભાજપના મહામંત્રીએ સુચના આપી હતી. સાથેસાથે  બેઠકો અંગે સમીક્ષા કરી હતી.

કોંગ્રેસના સોશ્યલ મિડિયા પરના પ્રચાર બાદ ભાજપ દ્વારા ઘેરઘેર ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક યાત્રા શરૃ કરી છે. સાથે સાથે રાષ્ટ્રિય ભાજપ પ્રમુખ અને પ્રધાનમંત્રી સહિત નેતાઓ પ્રચાર માટે આવ્યા છે.

ગઇકાલે ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૃપે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી નરેન્દ્ર તોમરે મધ્ય ગુજરાતના અગ્રણીઓની બેઠકમાં બુથ અને પેજ પ્રમુખ સુધીની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

ૂબેઠકમાં ચૂંટણી જીતવા મતદાનના દિવસે 'માઇક્રો પ્લાનિંગ' પ્રમાણે વધુને વધુ મતદાન ભાજપ તરફી થતાં તે માટે પ્રયત્ન કરવા પણ જણાવ્યું હતું.

Post Comments