Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુપી અને મણિપુરની ચૂંટણી ભાજપે બૂથ માઈક્રો પ્લાનિંગથી જીતી હતી

- ચૂંટણીમાં ભાજપનું માઈક્રો પ્લાનિંગ

- ભાજપની આ સિસ્ટમ આખા દેશમાં અમલી બનાવાશે : અમિત શાહ

વડોદરા,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ થી વધુ બેઠકો જીતવા માટે ભાજપે બૂથ લેવલ સુધીનું માઈક્રો પ્લાનિંગ કર્યું છે. અને આ સંદર્ભે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજયના વિવિધ વિસ્તારોની મુલાકાતે જઈ રહ્યાં છે. અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો સાથે મીટિંગોનો દોર શરૃ કરી દીધો છે. ગુરૃવારે રાત્રે વડોદરામાં અમિત શાહે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના આવા ૧૨૦૦ પ્રમુખો સાથે મીટિંગ કરી હતી.

ભાજપે લોકસભાની ચૂંટણીમાં જે વિજય મેળવ્યો હતો. તેની સફળતામાં બૂથ લેવલ સુધીનું માઈક્રો પ્લાનિંગ હતુ. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પણ ભાજપે આજ થિયરી અપનાવી હતી. શક્તિ કેન્દ્રોનાં પ્રમુખોને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજય મણિપુરમાં ભાજપનો ભગવો લહેરાય તવી કદી કોઈએ કલ્પના કરી ન હતી. મણિપુરમાં ભાજપ સરકાર બનાવશે તેવી અમે વાતો કરતા હતા ત્યારે લોકો હસતા હતા. એક સમયે મણિપુરમાં ભાજપને માંડ બે ટકા મતો મળતા હતા, પરંતુ હું રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો એ પછી બૂથ લેવલની માઈક્રો પ્લાનિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. પરિણામ એ આવ્યુ કે ભાજપની સરકાર બની અને ભાજપને મળેલા મતોની ટકાવારી વધીને ૩૬ ટકા થઈ ગઇ.

શક્તિકેન્દ્ર અને પેજ પ્રમુખ સુધી મતદાન માટે ભાજપે ગોઠવેલી સિસ્ટમને ભાજપના નેતાઓ માઈક્રોલેવલ પ્લાનિંગ કહે છે. કાર્યકરોની બેઠકમાં અમિત શાહે આજ સિસ્ટમ આખા દેશમાં અમલી બનાવવાનો નિર્ધાર વ્યકત કરતા કહ્યું હતું કે આ ચૂંટણી સુધીમાં દરેક મતદારનો બબ્બે વખત સંપર્ક થઈ જાય અને સરકારના વિકાસ કાર્યો અંગેની જે પત્રિકાઓ તૈયાર કરી છે. તે લોકો સુધી પહોંચી જવી જોઈએ.

સરેરાશ ત્રણચાર બૂથોનો સમૂહ એટલે ૧ શક્તિકેન્દ્ર
વડોદરા,શુક્રવાર
ભાજપના બૂથ લેવલના માઈક્રો પ્લાનિંગમાં જે તે શહેરના ભાજપ પ્રમુખ, વોર્ડ પ્રમુખ, શક્તિ કેન્દ્ર, બૂથ ઈન્ચાર્જ અને પેજ પ્રમુખ મહત્વના છે. શક્તિ કેન્દ્ર એટલે કે સરેરાશ ત્રણ ચાર બૂથનો સમૂહ.

વડોદરામાં કોર્પોરેશનના ૧૯ ચૂંટણી વોર્ડ છે. એક વોર્ડમાં સરેરાશ ૨૦ શક્તિ કેન્દ્ર છે. વડોદરામાં શક્તિ કેન્દ્રોની કુલ સંખ્યા ૩૫૭ની છે. વડોદરા શહેરમાં ૧૧૮૪ બૂથ છે. એક શક્તિ કેન્દ્રની હેઠળ સરેરાશ ત્રણ ચાર બૂથો આવે છે. એટલે એક વોર્ડમાં ૨૦ શક્તિ કેન્દ્રો ૬૦થી વધુ બૂથોને આવરી લે છે. આ બૂથોમાં ભાજપના સમર્પિત મતદારોનું વ્યવસ્થિત મતદાન થાય તેની જવાબદારી શક્તિ કેન્દ્રના પ્રમુખના શિરે રહે છે. મતદાન વ્યવસ્થિત અને સમયસર થાય છે કે નહીં તેનું સતત રિપોર્ટિંગ લેવામાં આવે છે.

બૂથ પ્રમુખ એટલે શુ?
વડોદરા,બુધવાર
એક બૂથમાં ધારો કે ૧ હજાર મતદારો છે. આ મતદારોની એક આખી યાદી હોય છે. મતદાર યાદીનાં એક પેજમાં આશરે ૩૦ મતદાર હોય છે. આ પેજના ભાજપ સમર્થિત મતદારો સમયસર મતદાન કરી લે તેની જવાબદારી ભાજપે નક્કી કરેલા કોઇ એક અગ્રણી કાર્યકરને સોંપાય છે. આ અગ્રણીને પેજ પ્રમુખ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો એક બૂથના સરેરાશ ૩૦ પેજ પ્રમુખ હોય છે.

Post Comments