Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રપતિની સાથે સાથે ગર્વનર,સીએમ અને શિક્ષણમંત્રીને આમંત્રણ અપાયું

-વીસી આમંત્રણ પાઠવવા ગાંધીનગરની મુલાકાતે

વડોદરા, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

એમ.એસ.યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ હાજરી આપવાના છે.તેમની સાથે સાથે સમારોહમાં મુખ્યમંત્રી,ગર્વનર અને શિક્ષણમંત્રીને પણ આમંત્રણ આપવાનુ સત્તાધીશોએ નક્કી કર્યુ છે.

પદવીદાન સમારોહને વીઆઈપીઓનો મેળાવડો બનાવવા માટે સત્તાધીશોએ દોડધામ પણ કરવા માંડી છે.આજે વાઈસ ચાન્સેલરે વીઆઈપીઓને આમંત્રણ આપવા માટે ગાંધીનગરની મુલાકાત લીધી હતી.

૨૨ જાન્યુઆરીએ યોજાનારા પદવીદાન સમારોહમાં હાજર રહેનારા વીઆઈપીઓનુ લિસ્ટ વધારે લાંબુ થશે.કારણકે અલગ અલગ વિભાગોના સચિવોને પણ હાજર રહેવા માટે સત્તાધીશો તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

સમારોહને ભપકાદાર બનાવીને હાજર રહેનારા મહાનુભાવોને પ્રભાવિત કરવા માટે સત્તાધીશો સ્હેજ પણ કસર રાખવા માંગતા નથી.યુનિવર્સિટી દ્વારા સમારોહની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.સમારોહના સ્થળની વાઈસ ચાન્સેલરે મુલાકાત લઈને નિરિક્ષણ કર્યુ હતુ.

આ સમારોહમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાવાના નથી ત્યારે આખો સમારોહ રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી,ગર્વનર અને શિક્ષણમંત્રીના ભાષણથી જ પુરો થાય તેવી શક્યતાઓ છે.આ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે અગાઉના પદવીદાન સમારોહમાં કોન્વોકેશન સ્પીચ આપનારા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના ભાષણોના સંગ્રહનુ રાષ્ટ્રપતિના હસ્તે વિમોચન પણ કરવામાં આવશે.

Post Comments