Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તું મારી સાથે લગ્ન નહી કરે તો તારી પર રેપ કરીશ

-પરિણીતાની છેડતી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા. 15 જુલાઇ 2017, શનિવાર

પરિણીતાના ઘરમાં ઘુસી જઇ પોતાની સામે લગ્ન કરવા માટે દબાણ કરી એસિડ ચાંટવાની ધમકી આપતા યુવકની નવાપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલી અપાયો છે.

આ અંગેની વિગત એવી છે કે નવાપુરા વિસ્તારમાં રહેતો કમલેશ ગોવિંદભાઇ કહાર ગઇ મોડી રાત્રે દૂરનાં સંબંધીના ઘરમાં ઘુસી ગયો હતો. અને ઘરમાં હાજર પરિણીતાનો હાથ પકડીને કહ્યું હતું કે તું મારી જોડે લગ્ન કરી લે નહીંતર તારી સાથે રેપ કરીશ. તું ચાલ મારી સાથે નહીંતર એસિડ છાંટી દઇશ અને બદનામ કરી દઇશે. પરિણીતાએ બૂમો પાડતાં કમલેશ ભાગી છૂટયો હતો. જે અંગે પરિણીતાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કમલેશ કહારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કમલેશ જામીન પર છૂટવા માટે કરેલી અરજી મેજીસ્ટ્રેટ યુ.બી.દેવડાએ નામંજૂર કરી છે. સરકાર  તરફે વકીલ આર.એ.વાણીયાએ  રજૂઆતો કરી હતી.

Keywords If,you,do,not,marry,me,,then,I,will,rape,you,

Post Comments