Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: વડોદરા: મારે દસ ટકા મુસ્લિમના વોટ નથી જોઈતા: શૈલેષ સોટ્ટા

- ડભોઇ ભાજપના ઉમેદવારનું વિવાદિત નિવેદન

- ડભોઈની એક મિટિંગનો વીડિયો થયો વાયરલ

વડોદરા, 07 ડિસેમ્બર 2017 ગુરુવાર

વડોદરા જિલ્લાની ડભોઇ બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા શૈલેષ મહેતા (સોટ્ટા)એ કરેલા વિવાદિત નિવેદનને લઈને ભારે ઉશ્કેરાટ વ્યાપ્યો છે.

મુસ્લિમ સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને પગલે વીડિયો વાયરલ થયા બાદ તંત્રની જવાબદારી વધી જવા પામી છે.

એક તરફ શાંતિમય માહોલમાં ચૂંટણી કરવા ચૂંટણી પંચ તમામ તકેદારી રાખી રહ્યું છે. ત્યારે ઉમેદવારોના બેફામ બફાટથી ચૂંટણી નો માહોલ ખરાબ થઈ રહ્યો છે. ગત રોજ કરજણ ભાજપના ઉમેદવાર સતીશ નિશાળીયા દ્વારા આદિવાસી સમાજને ઉચ્ચારીને કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી બાદ ડભોઇ ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાનો મુસ્લિમ વિરોધી ભાષણ નો વિવાદિત વીડિયો વાયરલ થવા પામ્યો છે.

ડભોઇ નગરની એક પબ્લિક મીટિંગમાં ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા એમ બોલી રહ્યા છે કે મારે 10 ટકા મુસ્લિમોના મત નથી જોયતા. હું વોટ માટે ટોપી નહીં પહેરું. હું જે ધર્મમાં જન્મ્યો છું. તે લોકો મારી સાથે હોય તો હું 10 ટકા મત માટે તેમની તરફદારી કેમ કરું? એમની વસ્તી ઓછી કરવી જરૂરી થઈ ગઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું અહી ડર પેદા કરવા જ આવ્યો છું. અસામાજિક તત્વો મારાથી ડરવા જોઈએ અને હવે એ લોકો ડરશે જ.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈદના પર્વને લઈને જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ પટેલ મુસ્લિમ બિરાદરો સાથે ઇદની મુબારકબાદી આપતા ટોપી પહેરી હતી. તેને અનુલક્ષીને શૈલેષ મહેતા એ આવું વિવાદિત નિવેદન કર્યું હતું પણ આ નિવેદન એક જ દિવસમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતાં ભાજપના ઉમેદવાર ની તકલીફ વધે તેમ લાગી રહ્યું છે.

ભાજપના ઉમદેવારનું વિવાદાસ્પદ નિવેદન: સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાઈરલ

'ટોપી દાઢી વાળા હોય તો માફ કરજો પણ આ ટોપી દાઢીવાળાઓની વસ્તી ઘટાડવાની જરુર છે,90 % લોકો મારી સાથે હોય તો મારે ચિંતા કરવાની શું જરૂર છે.

મારી ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો મસ્જીદ કે મદરેસા માટે દાન નહી કરું' -ડભોઈ વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર શૈલેષ સોટ્ટા

Post Comments