Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધ્ય ગુજરાતની 33માંથી સંખેડા બેઠક પર 1500થી પણ ઓછા મતે હારજીત

-1500થી ઓછામતે હારજીતવાળી ગુજરાતની 8 બેઠકમાંથી આણંદ જિલ્લાની 3 બેઠકનો સમાવેશ

વડોદરા, તા.8 નવેમ્બર 2017,બુધવાર

ગુજરાત વિધાનસભાની 2012માં યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં 182 બેઠકમાંથી 8 બેઠક એવી હતી. જેમાં ઉમેદવાર 1500થી પણ ઓછા મતે ચૂંટણી જીત્યો હતો. આ આઠમાંથી એક બેઠક મધ્ય ગુજરાતમાં પણ હતી.

મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાની ૧૩, પંચમહાલની ૭, દાહોદની ૬, ભરૃચની પાંચ અને નર્મદા જિલ્લાની બે મળી કુલ ૩૩ બેઠક પર જંગ ખેલાયો હતો. ૩૩માંથી ભાજપને ૨૨, કોંગ્રેસને ૯ અને એકેક બેઠક અપક્ષ તથા જનતાદળ-યુને મળી હતી. વડોદરા જિલ્લામાં સંખેડાની બેઠક પરથી કોંગ્રેસના ધીરૃભાઇ ભીલ ૮૦૫૭૯ મત મેળવીને ચૂંટણી જીત્યા હતા.

તેમના હરીફ ભાજપના અભેસિંહ તડવીએ છેક સુધી ટક્કર આપી હતી અને ૭૯૧૨૭ મત પ્રાપ્ત કર્યા હતા અને તેઓ ૧૫૦૦થી પણ ઓછા એટલે કે ૧૪૫૨ મતથી ચૂંટણી જીત્યા હતા. જ્યારે અપક્ષ રજનભાઇ તડવીએ ૬૮૬૯ મત મેળવ્યા હતા. હારજીતમાં આ મતો મહત્વના સાબિત થયા હતા. વડોદરા જિલ્લાની તે સમયની ૧૩ પૈકી સંખેડા, પાવીજેતપુર અને છોટાઉદેપુર બેઠક હવે તે પછી નવા બનેલા છોટાઉદેપુર જિલ્લામાં ગઇ છે.

છોટાઉદેપુરમાં હવે વિધાનસભાની આ ત્રણ બેઠકો જ છે. ૧૫૦૦થી પણ ઓછામતે ચુંટણી જીતેલા ઉમેદવારોમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાની તલાળા, ગાંધીનગર જિલ્લાની કલોલ, બનાસકાંઠાની કાંકરેજ, મહેસાણાની કડી, આણંદ જિલ્લાની ત્રણ સોજિત્રા, આણંદ અને ઉમરેઠ અને વડોદરા જિલ્લાની સંખેડા બેઠકનો સમાવેશ થતો હતો.

Post Comments