Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લંપટ ડોક્ટરના ક્લિનિકમાંથી મહિલાઓના કપડા પણ મળ્યા

- અનગઢ ગામે સેક્સકાંડમાં સંંડોવાયેલા

- ડોક્ટરે ક્લિનિક બંધ કરી દીધા બાદ ત્યાં રેડીમેડ ગારમેન્ટસની દુકાન શરૂ થઈ હતી

(પ્રતિનિધિ દ્વારા) વડોદરા, તા.12 જૂન 2018, મંગળવાર

અનગઢ ગામમાં મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મ કરી સેક્સકાંડ કરનાર હોમિયોપેથિક ડોક્ટરના ક્લિનિકમાં પોલીસે દરોડો પાડતા દવા સાથે  મહિલાઓના પણ કપડા મળી આવ્યા હતા.

જોકે આ કપડા ક્લિનિક બંધ થતાં ત્યાં શરૃ થયેલી રેડીમેડ ગારમેન્ટસની દુકાનનો કચરો હોવાની વિગતો સપાટી પર આવી હતી.

સેક્સકાંડમાં સંડોવાયેલા ડોક્ટર પ્રતિક જોષીના અનગઢગામમાં આવેલા ક્રિષ્ણાક્લિનિકમાં ગઈ કાલે સવારે નંદેસરી પોલીસે એફએસએલને સાથે રાખી તપાસ કરી હતી અને ક્લિનિકમાંથી કેટલીક દવા તેમજ ઈન્જેકશનો કબજે લીધા હતા.

મળતી વિગતો મુજબ ક્લિનિકમાંથી મહિલાઓના કપડાં પણ મળી આવતા એક તબક્કે આ કપડા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓના છે કે કેમ તે મુદ્દે પણ ચર્ચાઓ ઉઠી હતી.

આ અંગે નંદેસરી પોલીસ મથકના પીઆઈ જે કે પટેલે જણાવ્યું હતું કે દવાખાનામાંથી આઉટડેટેડ દવાના પત્તા તેમજ ઈન્જેકશન મળ્યા હતા જેની આવતીકાલે ડોક્ટર પાસે તપાસ કરાવવામાં આવશે અને જરૃર પડયે તેને પણ એફએસએલમાં ચકાસણી માટે મોકલાશે.

જયારે ક્લિનિકમાંથી મહિલાના કપડા મળવાની જે વાત છે તો ડોક્ટરે ત્રણ માસ અગાઉ ક્લિનિક બંધ કરી દીધા બાદ ત્યાં અન્ય વ્યકિતએ રેડીમેડ ગારમેન્ટસનું વેચાણ શરૃ કર્યું હતું પરંતુ તેણે પણ દુકાન બંધ કરી દીધી હતી અને દુકાન બંધ કરતા વખતે ત્યાં રહી ગયેલા નકામા કપડાઓ છે જેને આ દુષ્કર્મના કેસ જોડે કોઈ સંબંધ નથી.

ફરાર ડોક્ટર પ્રતિકના વતન વેલણગામે પોલીસનો દરોડો

અનગઢ ગામે સેક્સકાંડ કરીને ફરાર થયેલા હોમિયોપેથિક ડોક્ટર પ્રતિક જોષીને ઝડપી પાડવા માટે પોલીસની એક ટુકડીએ તેના વતન લુણાવાડા પાસેના વેલણ ગામે પણ દરોડો પાડયો હતો પરંતું ડોક્ટર વતનમાંથી પણ મળ્યો નહોંતો.

પોતાની સેક્સકાંડની ક્લિપિંગો સોશ્યલ મિડિયામાં વાયરલ થવાની શરૃઆત થવાની જાણ થતાં જ ડો.પ્રતિક જોષીએ ત્રણ માસ અગાઉ ક્લિનિક બંધ કરી દીધું હતું. તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા નંદેસરી પોલીસે તેને ઝડપી પાડવા માટે ચાર ટીમો બનાવી તેની ઘનિષ્ટ શોધખોળ શરૃ કરી છે.

ડો.પ્રતિકનું મુળ વતન  લુણાવાડા પાસેનું વેલણ ગામ હોવાની પોલીસને જાણ થતાં પોલીસની એક ટીમે વેલણગામે દરોડો પાડયો હતો. વેલણગામમાં તેના પિતા સહિતના પરિવારજનોની પોલીસે પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે પ્રતિકે વડોદરામાં રહેવાનું શરૃ કર્યા બાદ તે લાંબા સમયથી વતનમાં આવ્યો નથી. સેક્સકાંડમાં સંડોવાયા બાદ તેણેે અમારો સંપર્ક કર્યો નથી અને હાલમાં તે ક્યાં છે તેની અમને પણ કોઈ જાણકારી નથી.

Post Comments