Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પગ રિક્ષા ચાલક યુવકનું ભર બપોરે જાહેરમાં અગ્નિસ્નાનથી ભાગદોડ

- ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયાર નગર ચાર રસ્તા પાસે

- યુવક છેલ્લા ૩ વર્ષથી માનસિક બીમારીથી પિડાતો હતો

- પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ લીધુ અને પોતાના શરીર પર જ છાંટીને આગ લગાડી દીધી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયાર નગર ચાર રસ્તા પાસે આજે બપોરે એક પગ રિક્ષા ચાલક યુવકે પેટ્રોલ પંપની સામે જ પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દેતા ભાગદોડ મચી ગઇ હતી. આગ લગાવ્યા બાદ યુવક ભડકે બળતી અવસ્થામાં જ આમ તેમ દોડતા રસ્તા પર આફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે લોકોએ યુવકને ઘેરીને તેના શરીર પરથી આગ ઠારી હતી અને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડયો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

ભર બપોરે જાહેર રસ્તા પર આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવકનું નામ સુરેશ સોમા માછી(ઉ.૪૦) છે અને તે કિશનવાડીમાં વુડાના મકાનમાં રહે છે. પત્ની બંગલાઓમાં કામ કરે છે અને ૧૮ વર્ષ તથા ૧૫ વર્ષના બે પુત્રો છે. આજે હોસ્પિટલ ખાતે દોડી આવેલા તેના પરિવારજનોએ કહ્યું હતુ કે સુરેશની માનસીક સ્થિતિ ખરાબ છે છેલ્લા ૩ વર્ષથી તેની માનસીક બિમારીની સારવાર ચાલી રહી છે. તેને દારૃ પિવાની આદત છે અને જ્યારે પણ દારૃ બંધ કરાવીએ છીએ ત્યારે તે માનસીક સંતુલન ગુમાવી દે છે. ડોક્ટરોએ અને અમે બહુ દબાણ કરતા તેણે ૩ દિવસ પહેલા જ દારૃ છોડયો હતો.આજે તે ફેરી પર જવ છુ તેમ કહીને ઘરેથી પગ રિક્ષા લઇને નિકળ્યો હતો અને લગભગ ૧૨ થી ૧૨.૩૦ વાગ્યા વચ્ચે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ ગયો હતો અને ત્યાથી બોટલમાં પેટ્રોલ લીધુ હતુ જે બાદ આ પેટ્રોલ તેણે પોતાના પર જ છાંટીને આગ લગાડી દીધી હતી. એસએસજીના ડોક્ટોરનું કહેવુ છે કે સુરેશ ૯૦ ટકા દાઝી ગયો છે અને તેની સ્થિતિ ગંભીર છે.

Post Comments