Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાની જ્વેલર્સ શોપમાં દાગીનાની લૂંટ કરનારી ગેંગના પાંચ ઝડપાયા

- વાલિયામાં બે આરોપીઓને ભગાડી જનાર અને

- પરપ્રાંતીય ગેંગના અન્ય દશ આરોપીઓની શોધખોળ બે કાર સાથે ૧૧ લાખનો મુદ્દામાલ કબજે

ભરૃચ,તા.૧૦ શુક્રવાર, નવેમ્બર 2017
ભરૃચ એલસીબી પોલીસે વાલીયામાં જ્યુડીશ્યલ કસ્ટડીના બે આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર તેમજ વડોદરાની જ્વેલર્સ શોપમાં ઘરેણાની લૂંટ કરનાર પરપ્રાંતીય ગેંગના પાંચ સભ્યોને રૃા.૧૦,૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. એને અન્ય આરોપીઓ ને ઝડપી પાડવાની ક્વાયત તેજ કરી છે.

ભરૃચ જિલ્લામાં એલસીબીપીઆઇ સુનીલ તરડે અને તેના સ્ટાફને બાતમી મળી હતી કે વડોદરા શહેરમાં જ્વેલર્સ શોપમાં લૂંટ કરનાર ઇસમો સફેદ કલરની પોલો કારમાં અંક્લેશ્વર વિસ્તારમાં ફરી રહ્યા છે. જેના આધારે ગડખોલ પાટીયા પાસે એલસીબીની ટીમે ફોક્સ વેગન પોલો કાર રોકી તપાસ કરતા તેમાંથી રેકઝીનની કીટ બેગ, દોરડું, હથોડી તેમજ રોકડા ૨,૨૧,૫૦૦ મળી આવતા પૂછતાછ કરતા કારમાં બેઠેલી પાંચ વ્યક્તિઓએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. સખ્તાઇથી પુછપરછ કરતા વાલીયા પોલીસ મથકે નોંધાયેલા એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં ઇન્દોર પોલીસ બ્રીજ ભૂષણ ઉર્ફે બુટુલ મીથીલાધીશ બાંડે તેમજ સંતોષસીંગને વાલીયા કોર્ટમાં રજુ કરવા લાગેલા તે સમયે ૧૩ જેટલા પરપ્રાંતીય ગેંગના સભ્યોએ તેઓના સંપર્કમાં રહી પોલીસ પર હુમલો કરી બંને આરોપીઓને ક્રુઝ ગડીમાં ભગાડી ગયા હતા. તે ગુનાનો ભેદ ઉકેલાયા બાદ વડોદરાની આર.કે. જ્વેલર્સ માં થયેલા સોનાના દાગીનાની લૂંટ ઉપરાંત મકરપુરા જીઆઇડીસી ની એસબીઆઇ બેંકના એટીએમ પાસે તેમજ અંક્લેશ્વરમાં ચેઇન સ્નેચીંગના ગુનાની પણ કબુલાત તેઓએ કરી હતી.

ભરૃચ જીલ્લા પોલીસ વડા સંદીપ સિંઘે જણાવ્યું હતું કે પોલીસે જ્વેલર્સ શોપમાં લૂંટ કરેલ ઘરેણા વેચી રૃા.૨,૨૧,૫૦૦ મેળવ્યા હતા તે તેમજ ગુનામાં વપરાયેલી બે કાર મળી કુલ રૃા.૧૦,૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે પર પ્રાંતીય ગેંગના પાંચ આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય દશ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પરપ્રાંતિય ગેંગના પાંચમાંથી ત્રણ અંકલેશ્વરમાં રહે છે
ભરૃચ
એલ.સી.બી. પોલીસના હાથે ઝડપાયેલ પરપ્રાંતિય ગેંગના સભ્યોના નામ આ મુજબ છે. ૧. વિનોદ દયારામ વર્મા (રહે.માનાપુર ઉ.પ્ર.) ૨. મિતેષસીંગ અમલાસીંગ (મૂળ રહે. મિતવાર બિહાર હાલ રહે. ગડખોલ પાટીયા, અંકલેશ્વર ૩. દિવ્યાંશુસીંગ ઉર્ફે ગોલુ ચોર (મૂ.રહે.બાગી. ઉ.પ્ર. હાલ- કામરેલ ટોલનાકા પાસે, સુરત) ૪. દિપક દયાનંદ ભગત - (મૂ.રહે. બટારીયા, બિહાર હાલ ભાવના ફાર્મ. અંકલેશ્વર) ૫. ભાનુકુમાર દયાકર મારમ (રહે. અરલ્લાપલ્લી, તેલાંગાણા)

જેલમાં આરોપમાં સંપર્કમાં રહી ભગાડવાનું કાવતરું
ગેરકાયદે એફ્રોડિન ડ્રગ્સ બનાવવાના એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં બ્રીજ ભુષણ ઉર્પે બુટુલ મીથીલાથીશ પાંડે તથા સંતોષસીંગ અમેલાસીંગ સાથે વિનોદ વર્મા સતત સંપર્કમાં રહીને એફ્રેડીન ડ્રગ્સ બનાવવાનો ધંધો શરૃ કરવા માટે બને ને ભગાડવાનું કાવતરું અન્ય દશ આરોપીઓ નિતેષસીંગ અમલાસીંગ, દિવ્યાંશુસીંગ ઉર્ફે ગોલુચોર, અશ્વિની પાઠક, રાજેશ પાંડે, રાશીભુષણ ઉર્ફે મુન્ના, પ્રવિણ યાદવ ઉર્ફે પરી, નિતેષ પાંડે, ઉર્ફે નાર, દિલીપ અમલાસીંગ, અનુપ મિશ્રા, રાજઅંસારી મુન્નાનો મિત્ર મોહન તથા ઈમરાન સાથે મળી રહ્યું હતુ.

Post Comments