Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુનિ.માં શિક્ષણ કાર્ય બાજુ પર રહ્યુ અને વિદ્યાર્થીઓને પીએમનુ ભાષણ સંભળાવાયુ

-યુનિ.ની દરેક ફેકલ્ટીઓમાં સ્ક્રીન ગોઠવીને વ્યવસ્થા કરાઈ

વડોદરા,તા.11 સપ્ટેમ્બર 2017, સોમવાર

સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો ખાતેની ધર્મસંસદમાં આપેલા ઐિેતહાસિક ભાષણની ૧૨૫મી વર્ષગાંઠ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશના યુવાઓને સંબોધન કર્યુ હતુ.

મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓને પીએમનું ભાષણ સંભળાવવા માટે યુજીસી તેમજ ગુજરાત સરકાર દ્વારા એમ.  એસ.યુનિવર્સિટી સત્તાધીશોને આદેશ આપવામાં આવ્યો હતો.જેના પગલે આજ યુનિવર્સિટીમાં  લેક્ચર લેવાનુ બાજુ પર મુકી દેવાયુ હતુ અને હજારો વિદ્યાર્થીઓને મોદીનુ ભાષણ સાંભળવા માટે બેસાડી દેવાયા હતા.

દરેક ફેકલ્ટીએ યુનિર્સિટીના આદેશ પ્રમાણે પોતાની ફેકલ્ટીના ઓડિટોરિયમમાં અથવા તો કેટલાક વર્ગોમાં પીએમનુ ભાષણ સ્ક્રીન પર લાઈવ જોઈ શકાય તે માટેની વ્યવસ્થા કરી હતી.ચંચી મહેતા ઓડિટોરિયમમાં પણ ભાષણ સાંભળવા માટેનુ આયોજન કરાયુ હતુ.યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં પહેલી વખત કદાચ વિદ્યાર્થીઓને આ રીતે ભાષણ સાંભળવા માટે બેસાડવામાં આવ્યા હતા.આ જોઈને ખુદ વિદ્યાર્થીઓેએ પણ આશ્ચર્ય અનુભવ્યુ હતુ.યુનિવર્સિટી સત્તાધીશોએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટીમાં ૧૦૦૦૦ લોકોએ પીએમના ભાષણને સાંભળ્યુ હતુ.

Post Comments