Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડો. ધુ્રવીન શાહે આગોતરા જામીન મેળવવા અરજી કરી

-ત્રણ મહિના પછી પણ ડો. ધુ્રવીનને પકડવામાં એસીબી નિષ્ફળ

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા,તા.9 જુન 2017, શુક્રવાર

સુમનદીપ વિદ્યાપીઠના ૨૦ લાખ રૃપિયાના લાંચ કેસમાં સંડોવાયેલા ડો. ધુ્રવીન શાહ વિદ્યાર્થીઓ અને કોલેજના સંચાલકો વચ્ચે એજન્ટની ભૂમિકા ભજવતો હતો. ત્રણ મહિનાથી એસીબી તેને પકડી શકી નથી. છેવટે ડો. ધુ્રવીન શાહે આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

આ અંગેની વિગત એવી છે કે સુમનદીપ વિદ્યાપીઠના ચકચારભર્યા લાંચ કેસમાં મનસુખ શાહ અને તેના બે સાગરિતો અશોક ટેલર, વિનોદ સાવંત હજી જેલવાસ ભોગવે છે. કેસની તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે ડો. ધુ્રવીન શાહ વિદ્યાર્થીના વાલીઓ અને કોલેજ સંચાલકો વચ્ચે એજન્ટની ભૂમિકા અદા કરતો હતો. શરૃઆતમાં એસીબીએ નહી પકડેલા ડો. ધુ્રવીન શાહ ત્યારબાદ અદ્રશ્ય થઇ ગયો છે. ધરપકડ અને જેલવાસના ડરથી નાસતા ફરતા ડો. ધુ્રવીન શાહને પકડવામાં એસીબી નિષ્ફળ નીવડયુ છે.
છેવટે ડો. ધુ્રવીન શાહે આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે, જેની વધુ સુનાવણી આગામી  ૧૪મી તારીખે રાખવામાં આવી છે.

Post Comments