Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનસુખના એજન્ટ ડો.ધુ્રવીન શાહને જામીન અપાશે તો કૌભાંડની હકીકત નહી મળી શકે

સુમનદીપ વિદ્યાપીઠનાં મનસુખ શાહ અને વિદ્યાર્થીઓ વચ્ચે એજન્ટની ભૂમિકા ભજવતો ડો. ધુ્રવીન શાહ ત્રણ મહિનાથી ફરાર છે. ડો. ધુ્રવીન શાહને આગોતરા જામીન નહી આપવા એસીબી પૂરા અદાલતમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ડો. ધુ્રવીન સાથે મોબાઇલ ફોન પર થયેલી વાતચીતનું રેકોડીંગ પણ રજૂ થયું છે. આગોતરા જામીન અરજીની વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરવામાં આવશે.
એસીબીએ ૧૩ પાનાનું સોગંદનામુ રજૂ કરી આગોતરા જામીન નહી આપવા રજુઆત કરી
સુમનદીપ વિદ્યાપીઠના ચકચારભર્યા લાંચ કેસમાં મનસુખ શાહ અને વિદ્યાર્થીનાં વાલીઓ વચ્ચે એજન્સીની ભૂમિકા ભજવતો ડો. ધુ્રવીન બાલુભાઇ શાહ (રહે. રાજદીપ સોસાયટી વડોદરા) છેલ્લા ત્રણ મહિનાથી ફરાર છે. ડો. ધુ્રવીન શાહે આગોતરા જામીન નામંજૂર કરવા માટે એસીબી દ્વારા અદાલતમાં સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં ડો. ધુ્રવીન શાહને આ ગુનામાં સાંકળવા પુરાવા રૃપનું કોલ રેકોડીંગ રજૂ કરવામાં આવ્યું હતુ. ટ્રેપ થઇ તે પહેલાં વિદ્યાર્થીનીના પિતા ડો. ધુ્રવીન શાહ વચ્ચે થયેલી મોબાઇલ ફોન પર થયેલી વાતચીત રજુ કરવામાં આવી હતી. જેમાં ચેક આપવાનું જણાવ્યું હતુ.
તે ઉપરાંત ટ્રેપ દરમિયાન ડો. મનસુખ શાહ ડો. ધુ્રવીન શાહ અને વિદ્યાર્થિનીના પિતા વચ્ચે ડો. મનસુખ શાહની ચેમ્બરમાં થયેલલી વાતચીતનું પણ રેકોર્ડીગ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ડો. ધુ્રવીન શાહની હાજરી અને સંડોવણી અંગે સ્પષ્ટતા થાય છે.
એસીબી દ્વારા ડો.ધુ્રવીનના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ પણ રજૂ કરી જણાવવામાં આવ્યું હતું કે, ડો. ધુ્રવીન શાહ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ડો. મનસુખ શાહ વચ્ચે સંપર્ક કરાવી કાયદેસરની ફી કરતા વધારાની રકમ અપાવવામાં પ્રત્યક્ષ મદદ કરતો હતો.
ડો. ધુ્રવીન શાહે ગંભીર પ્રકારના ગુનામાં મદદગારી કરી છે. તેની પાસેથી આ ગુના સંબંધે ઘણી બધી માહિતી મેળવવાની છે. જો આગોતરા જામીન આપવામાં આવસે તો કૌભાંડની સમગ્ર હકીકતો જાણી શકશે નહી.

Post Comments