Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખુલ્લામાં પડેલો કપાસનો જથ્થો પલળી જતા રૃા.૮૫ લાખનું નુકસાન

-૬ હજાર ક્વિન્ટલથી વધુ કપાસ હતો,તાડપત્રી નાંખી છતાં ૩૦ ટકા જથ્થાને નુકસાન

વડોદરા, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

વડોદરા જિલ્લામાં વરસાદને કારણે કપાસના પાકને નુકસાન થઇ રહ્યુ છે.સાવલી તાલુકાના સમલાયા ખાતે આવેલા જિનમાં કપાસનો જથ્થો મુકવાની વ્યવસ્થાને અભાવે અંદાજે બે હજાર ક્વિન્ટલ કપાસનો જથ્થો પલળી જતા લાખોનું નુકસાન થયુ છે.

બે દિવસથી ઝરમર વરસી રહેલા વરસાદને કારણે વડોદરા, સાવલી, વાઘોડિયા અને ડભોઇ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોના કપાસને નુકસાન થયુ છે.

સાવલી તાલુકાના સમલાયા ખાતે આવેલા જિનમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(સીસીઆઇ)નું સેન્ટર આવેલુ છે અને તેના દ્વારા ક્વિન્ટલ(૧૦૦ કિલો)દીઠ રૃા.૪૭૫૦ના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે.અહીં જિનિંગ-પ્રેસિંગ કરતી બીજી ત્રણથી ચાર સ્થાનિક સહકારી મંડળીઓ પણ કપાસ ખરીદવાનુ કામ કરી રહી છે.

સામાન્ય રીતે તેમના દ્વારા કપાસ ખરીદી અને સમલાયા જિનમાં જ પ્રોસેસ કરવાનું કામ નવેમ્બર થી માર્ચ સુધી ચાલતુ હોય છે.જેને કારણે બે દિવસ પહેલા કપાસનો લગભગ ૬ હજાર ક્વિન્ટલ થી વધુ જથ્થો ખુલ્લામાં પડી રહ્યો હતો.

વરસાદને કારણે કપાસ પર તાડપત્રી નાંખવામાં આવી છે.પણ તાડપત્રી કરતા ઢગલા મોટા હોવાને કારણે તેમજ પવનમાં તાડપત્રી ઉડી જતી હોવાને કારણે ૨૫ થી ૩૦ ટકા કપાસ પલળી ગયો છે.જેથી ખેડૂતો અને મંડળીઓને રૃા.૮૫ લાખથી વધુ નુકસાન વેઠવું પડયુ છે.

Post Comments