Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાઇજીરીયન યુવકના પાકિસ્તાનના ડ્રગ્સ સિન્ડિકેટ મેમ્બરો સાથે સંપર્કો

- છ કરોડના હેરોઇન સાથે ઝડપાયેલો યુવાન જેલમાં

- મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર ચાર્લ્સની એક ખ્રિસ્તી ગર્લફ્રેન્ડ : અલગ-અલગ શહેરોમાં નામ બદલીને રહેત

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

રાજઘાની એક્સપ્રેસ ટ્રેનમાંથી છ કરોડ રૃપિયાના હેરોઇન સાથે ઝડપાયેલા નાઇજીરીયન યુવકની પાકિસ્તાનના ડ્રગ્સ સિન્ડીકેટ સભ્યો સાથે સંપર્કો હોવાની વિગતો એનસીબીની તપાસમાં બહાર આવી છે. તેને કોર્ટમાં રજુ કરતા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીથી મુંબઇ તરફ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના કોચમાં એનસીબીના અધિકારીઓએ પોલીસ અને આરપીએફને સાથે રાખી એક નાઇજીરીયન યુવક ચાર્લ્સને ઝડપી પાડયો હતો. તેની પાસેના ત્રણ ફુડપેકેટોમાં છુપાવી રાખેલો છ કરોડ રૃપિયાનો હેરોઇનનો જથ્થો મળતા તેની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

નાઇજીરીયન ડ્રગ્સ કેરીયરે કરેલા ખુલાસામાં જાણવા મળ્યુ હતુ કે  હેરોઇનનું ઉત્પાદન કરનાર અફઘાનિસ્તાનમાંથી હેરોઇન પાકિસ્તાનમાં આવતુ  હતુ અને ત્યાંથી ભારતમાં આ નશીલા દ્રવ્યને ઘુસાડવામાં આવતુ હતું. પાકિસ્તાનના ડ્રગ્સ સિન્ડીકેટ મેમ્બરો સાથે પણ નાઇજીરીયન યુવક સંપર્કો ધરાવે છે. છેલ્લા ચાર વર્ષથી ભારતમાં રહેતો આ વિદેશી યુવક અલગ-અલગ શહેરોમાં નામો બદલીને રહેતો હતો.

તેને મુસ્લિમ મહિલા સાથે મલેશિયામાં લગ્ન કર્યા છે તેમજ તેની એક ખ્રિસ્તી ગર્લ ફ્રેન્ડ પણ છે. એનસીબીની ટીમ દ્વારા નાઇજીરીયન યુવકની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે દરમિયાન આજે તેને વડોદરાની કોર્ટમાં રજુ કરતા જેલમાં મોકલી દેવાયો  હતો.

Post Comments