Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોન બેન્કિંગ બિઝનેસ કરતી કંપની વિરૃધ્ધ આર.બી.આઈ.દ્વારા ફરિયાદ

- કૈલાસ ફિકોમ કંપનીની વડોદરાના સરનામે કોઇ ઓફિસ જ નથી

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
વડોદરામાં ઓફિસ દર્શાવનાર નોન બેન્કિંગ બિઝનેસ કરતી કૈલાસ ફિકોમ કંપનીએ કરેલા ગોટાળા આરબીઆઇના રડારમાં આવતા કંપનીના સંચાલકો સામે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

બોગસ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો,ર્ આરબીઆઇની પરવાનગી વગર કંપનીનું નામ પણ બદલી નાંખ્યું..
આરબીઆઇના અમદાવાદ સ્થિત મેનેજર( ડિપાર્ટમેન્ટ ઓફ નોન બેન્કિંગ સુપરવિઝન) સંજય દેવે પોલીસ ફરિયાદમાં જણાવ્યુ છે કે,કૈલાસ ફિકોમ લિ.ને લોન-ધિરાણ માટે આરબીઆઇએ તા.૯-૩-૧૯૯૮માં મંજૂરી આપી હતી.કંપનીએ શિવમ ફ્લેટ,અયપ્પા મંદિર પાસે,ગોત્રી રોડનું સરનામુ દર્શાવ્યુ હતુ.દરવર્ષે કંપનીએ સ્ટેચ્યુટરી ઓડિટ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે.

તા.૨૧-૭-૨૦૧૪ના રોજ કૈલાસ ફિકોમ લિ.એ વર્ષ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩ના ઓડિટ સર્ટિફિકેટ્સ રજૂ કર્યા હતા.જેમાં કંપનીનું નામ કૈલાસ ફિકોમ લિ.ને બદલે માઇન્ડ વિઝન કેપિટલ લિ.હોઇ ૅતપાસ કરાઇ હતી.જેમાં કંપનીએ નામ બદલવા માટે નિર્ધારિત સમયમાં પુરતા દસ્તાવેજો રજૂ કર્યા નહી હોવાનું જણાયુ હતુ.આરબીઆઇએ કંપનીના સરનામે તપાસ કરતા ત્યાં કોઇ કંપની હતી નહી.વળી,ઓડિટ રિપોર્ટ આપનાર સીએ દિનેશ બાંગને પૂછતા તેણે રિપોર્ટ આપ્યો હોવાનો ઇનકાર કર્યો હતો.
ગોત્રી પોલીસે બોગસ દસ્તાવેજો બનાવી આડિટ સર્ટિફિકેટ રજૂ કરી ે આરબીઆઇ સાથે છેતરપિંડી કરવા બદલ ડાયરેક્ટરો સામે ગુનો દાખલ કર્યો છે.

કોની કોની સામે ગુનો નોંધાયો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
આરબીઆઇમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરવા બદલ કૈલાસ ફિકોમ લિ.(માઇન્ડ વિઝન કેપિટલ લિ.)ના ડાયરેક્ટરો સામે ગુનો નોેંધાયો છે તેમના નામ આ મુજબ છે.
(૧)પ્રહલાદ પંચાલ રહે.સિંધી ચાલ,દોલત નગર રોડ નં.૬, બોરીવલી(વેસ્ટ), મુંબઇ
(૨) અંકુર જીતેન્દ્રભાઇ શાહ રહે.બી-૩૦૧, શિવમ ફ્લેટ,અયપ્પા મંદિર પાસે,ગોત્રીરોડ, વડોદરા
(૩) મહેશ રમણલાલ શાહ રહે.યોગીનગર, અક્ષરચોક,બોરીવલી (વેસ્ટ), મુંબઇ.

મુંબઇના સીએનો જવાબ,મને એપોઇન્ટ કર્યો નથી કે આવો રિપોર્ટ આપ્યો નથી..
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર
કૈલાસ ફિકોમ લિ. (માઇન્ડ વિઝન કેપિટલ લિ.) કંપનીએ આરબીઆઇમાં રજૂ કરેલા વર્ષ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩ના સ્ટેચ્યુટરી ઓડીટર સર્ટિફિકેટમાં મુંબઇના સીએ દિનેશ એસ બાંગના નામના સહિ-સિક્કા હતા.આરબીઆઇએ તેમને પત્ર લખતા તા.૧૪-૮-૨૦૧૪ના રોજ સીએ એ આરબીઆઇને જવાબ આપ્યો હતો.જેમાં તેમણે કહ્યુ હતુ કે,મને કંપનીએ ઓડીટર તરીકે એપોઇન્ટ કર્યો નથી કે ઓડીટર રિપોર્ટમાં મેં કોઇ સહિ-સિક્કા પણ કર્યા નથી.

કંપનીના સરનામે રહેતી મહિલાએ કહ્યુ,અહીં કોઇ ઓફિસ નથી
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર
આરબીઆઇના મેનેજરે પોલીસને જણાવ્યુ છે કે,કૈલાસ ફિકોમ કેંપનીનું નામ વગર મંજૂરીએ માઇન્ડ વિઝન કેપિટલ લિ.નામ થયુ હોઇ આરબીઆઇના આસી.મેનેજર એ પી પરમાર્થી તા.૧૭-૪-૨૦૧૪ના રોજ કંપનીના બી-૨૦૬, શિવમ્ ફ્લેટ,અયપ્પા મંદિર પાસે, ગોત્રીરોડ, વડોદરાના સરનામે તપાસ માટે ગયા ત્યારે અહીં એક મહિલા રહેતી હતી.તેને પૂછતાં એવો જવાબ આપ્યો હતો કે,સાહેબ અહીં કોઇ કંપનીની ઓફિસ નથી.

Post Comments