Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુમનદીમાં વિદ્યાર્થીઓની હેરાનગતિ કરતા અધ્યાપક સામે ફરિયાદ

-અધ્યાપક નજીવી બાબતે વિદ્યાર્થીઓને હેરાનગતી કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા. 4 જુન 2017, રવિવાર

લાંચ પ્રકરણમાં કાયદાની ચૂંગાલમાં ફસાયેલા મનસુખ શાહની સુમનદીપ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની હેરાનગતી કરતા ફિઝિયોથેરાપીના એક અધ્યાપક સામે આખરે વિદ્યાર્થીઓએ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)માં ફરીયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે આ અધ્યાપક સુમનદીપના ફીઝિયોથેરાપી કોલેજના ડીનની નિકટના મનાય છે. છેલ્લા કેટલાક સમયથી આ અધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓ મીડિયા અને પોલીસને વિગતો લીક કરી રહ્યા હોવાની શંકા સાથે હેરાન કરી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી રહી હતી.પરીક્ષા યોજાઈ તે પહેલા અધ્યાપક નજીવા કારણો આગળ ધરીને વિદ્યાર્થીઓને ક્લાસની બહાર બે બે કલાક સુધી ઉભા રહેવાની સજા ફરમાવતા હતા.

પરીક્ષાની તૈયારી કરવા માટે તબીબી વિદ્યાર્થીઓન ે સ્ટડી લીવ મળતી હોય છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને આ અધ્યાપકે સ્ટડી લીવ આપવામાં પણ અખાડા કર્યા હતા.આ અધ્યાપક પોતે પણ સુમનદીપમાં જ ભણ્યા હોવાનુ કહેવાય છે.આ સંજોગોમાં વિદ્યાર્થીઓને જાણી જોઈને હેરાન કરવા માટે અધ્યાપકને સંચાલકોએ આદેશ આપ્યો છે કે કેમ તે બાબતે અનેક ચર્ચા વિદ્યાર્થીઓમાં ચાલી રહી હતી. પરંતુ ડીન અને મેનેજમેન્ટની નજીક હોવાથી  કેરીયર બરબાદ થઈ જવાની બીકે વિદ્યાર્થીઓ આ અધ્યાપક સામે ખુલ્લેઆમ ફરીયાદ કરતા પણ ડરતા હતા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને આ અધ્યાપક સામે એમસીઆઇમાં ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

Post Comments