Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરામાં આવતીકાલે લહેરાશે રાજ્યનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ

-જાણો કેટલી છે ઉંચાઈ,ધ્વજ ફરકાવવા વિરાટકાય પોલ ઉભો કરાયો

વડોદરા,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

વડોદરામાં ૭૧મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી  તા.૧૪ના રોજ સવારે ૯ કલાકે હરણી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.

ત્યારબાદ ૯.૩૦ કલાકે સમા તળાવના બ્યુટીફીકેશનનું લોકાર્પણ કરવા સાથે શહિદ સ્મૃતિવનનું ખાતમુહૂર્ત કરસે અને ગુજરાતનાં સૌથી ઉંચા ૬૭ મીટર(લગભગ 210 ફુટ) ફલેગનું ધ્વજારોહાણ કરશે. તેઓ સાવલીમાં મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહી મહિલાઓને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ રસોઇ ગેસ કીટનું વિતરણ કરશે. બપોરે ૧૨.૩૦ કલાકે પોલો મેદાન ખાતે યુવા સંમેલનમાં વિદ્યાર્થીઓને ૧૦ હજાર ટેબ્લેટસનું વિતરણ કરશે. રાજયપાલ ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રી સાંજે ૬.૦૦ કલાકે પોલો મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને તા.૧૫મી ઓગષ્ટે નવલખી મેદાન ખાતે ધ્વજવંદન કરાવશે.

Post Comments