Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાઃ પૂર ઝડપે જતી કારના ચાલકને છાતીમાં દુખાવો થયો અને કાર દીવાલ સાથે ટકરાઈ

- પાસે જ સ્કૂલ હતી, મોટો અકસ્માત ટળ્યો

વડોદરા, તા. 6.ડિસેમ્બર 2017 ગુરુવાર

કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય નજીક આજે બપોરે પુરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર દીવાલ સાથેે ભટકાઇ હતી.

ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ભૂતડીઝાંપા તરફથી પૂરઝડપે આવી રહેલી કારના ચાલકને અચાનક છાતીમાં દુખાવો થતા સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર સીધી દિવાલમાં ઘૂસી ગઇ હતી અને પાસેના વીજ થાંભલામાં ભટકાતા થાંભલો નમી ગયો હતો.

બનાવને પગલે ટોળુ ભેગુ થઇ ગયુ હતુ અને રાજેશ કદમ નામના યુવક તેમજ અન્ય યુવકોએ કારમાં ફસાયેલા આધેડ વયના ચાલકને બહાર કાઢ્યા હતા. તેઓ પરસેવે રેબઝેબ થયેલા હતા.

દાંડિયાબજાર ફાયર સ્ટેશનના ઓફિસર આઇઆઇ શેખ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને સલામતીના ભાગરૃપે થાંભલો કાઢી નાંખ્યો હતો. સદનશીબે પાસે જ સ્કૂલ હતી પરંતુ કોઇ વિદ્યાર્થી બહાર નહી હોઇ જાનહાની થતા રહી ગઇ હતી.

ઇજાગ્રસ્ત કારચાલકનું નામ દિવ્યાંગ શાહ(રહે.નંદાલય ફ્લેટ્સ, કારેલીબાગ) હોવાનું અને એરબેગ ખુલી જતા તેમનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યુ છે. તેમને સારવારાર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

Post Comments