Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપના હોદ્દેદારોમાં રોષ, સામૂહિક રાજીનામાની ચીમકી

-વાઘોડિયા વિધાનસભા માટેમધુ શ્રીવાસ્તવ માટે નામ વહેતુ થતા

-ટિકિટ આપવાની ભાજપની મજબૂરી હોય તો અમે મજબૂર થવા તૈયાર નથી,મધુને રિપીટ નહી કરવા સામૂહિક પત્ર

વડોદરા, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

વાઘોડિયા વિધાનસભા માટેનો વિવાદ એટલી હદે પહોંચ્યો છે કે વર્તમાન ધારાસભ્યની ટિકિટ નક્કી થઇ હોવાની વાત વહેતી થતા પક્ષના હોદ્દેદારોએ મીટિંગ કરી સામૂહિક રાજીનામા આપવાની તૈયારી દર્શાવી છે અને તે અંગે પત્ર પણ પ્રદેશ પ્રમુખને મોકલ્યો  છે.

વાઘોડિયા વિધાનસભા માટે લાંબા સમયથી ભાજપમાં ચાલી રહેલો વિખવાદ હવે આરપારની લડાઇમાં પરિણમ્યો છે.હોદ્દેદારોએ કોઇ પણ ભોગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રિપીટ નહી કરવાની માંગણી કરતા પત્રમાં લખ્યું છે કે,ધારાસભ્ય સંગઠનની સતત અવગણના કરી રહ્યા છે.વિકાસના કાર્યો થયા નહી હોઇ પ્રજામાં પણ રોષ છે.સંગઠન સાથે તેમને કોઇ મનમેળ નથી અને સંગઠન માટે એલફેલ બોલી રહ્યા છે.તેઓ મીડિયામાં ખુલ્લી ધમકીઓ આપી રહ્યા છે.

વાઘોડિયા તાલુકા ભાજપના પ્રમુખ હરિકૃષ્ણ પટેલ,જિલ્લા ભાજપના મંત્રી ઉત્સવ પરિખ, તાલુકા ઉપપ્રમુખ કનુભાઇ પટેલ તેમજ કારોબારી,યુવા મોરચા,અનૂસૂચિત જનજાતિ મોરચો,કિસાન મોરચો, લઘુમતી મોરચા, મહિલા મોરચા સહિતના મોરચાના કેટલાક હોદ્દેદારો,સદસ્યો અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના કેટલાક ચૂંટાયેલા સભ્યોએ પત્ર લખી સામૂહિક રાજીનામાની ચીમકી આપી છે.

Post Comments