Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

video: વડોદરાઃ ભાજપના કાઉન્સિલરની લોકોએ ઝાડ સાથે બાંધીને દેવાવાળી કરી

- ઝૂંપડા તુટતા હતા ત્યારે પહોંચી ગયેલા કાઉન્સિલર લોકોના રોષનો ભોગ બન્યા

-પ્રજામાં ભભૂકી રહેલા રોષનો પરચો મળતા ભાજપમાં હોબાળો

વડોદરા, 3 ઓક્ટોબર 2017 મંગળવાર

બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલા ઝુપડા તોડવા માટે આજે સવારે કોર્પોરેશનની ટીમ ગઈ હતી. ઝુપડા તુટી રહ્યા હોવાથી લોકોમાં કોર્પોરેશન સામે ભારે રોષની લાગણી હતી.

તેવામાં વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલ પણ સ્થળ પર પહોંચતા લોકોના રોષનો ભોગ બન્યા હતા. લોકોએ તેમની સાથે બોલાચાલી કરી હતી અને તે પછી તો હસમુખ પટેલને લોકોએ ઝાડ સાથે બાંધીને ફટકારતા ભાજપ મોરચે હડકંપ મચી ગયો હતો.

એ પછી પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાઉન્સિલરને છોડાવ્યા હતા.જોકે આ કિસ્સાએ બતાવી આપ્યુ હતુ કે ભાજપ સામે લોકોમાં કઈ હદે રોષની લાગણી છે.

હસમુખ પટેલને બાદમાં સારવાર માટે આર્યુવેદિક વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટના નિકટના ગણાતા હસમુખ પટેલ 15 ઓગષ્ટે તિરંગાને કચરામાં ફેંકીને વિવાદમાં આવ્યા હતા. તે વખતે પણ શહેર પ્રમુખે તેમને ક્લીન ચીટ આપી દીધી હતી.


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments