Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બરોડા ડેરીના ટેમ્પોની અડફેટે યુવકનું મોત : એક કિશોર સહિત ૩ને ઇજા

- ચોખંડી વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે વહેલી સવારે બનેલો બનાવ

- ટેમ્પોએ ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા બાદ મંદિરની દીવાલ સાથે અથડાઇને પલટી મારી ગયો

- ટેમ્પો ડ્રાઇવર ફરાર

 વડોદરા,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

શહેરના ચોખંડી વિસ્તારમાંથી આજે વહેલી સવારે ઓવર સ્પીડમાં ધસી આવેલા બરોડા ડેરીના ટેમ્પાએ ત્રણથી ચાર વાહનોને અડફેડમાં લીધા હતા, જે બાદ ટેમ્પો હનુમાનજી મંદિરની દીવાલ સાથે અથડાયા બાદ પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પાની અડફેટે આવેલા એક યુવકનું મોત થયુ છે જ્યારે એક કિશોર સહિત ૪ જણને ઇજાઓ થઇ છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો.

બનાવની વિગત એવી છે કે બરોડા ડેરીની ડિલીવરી વાન (દુધ સપ્લાય કરતો ટેમ્પો) આજે ૪.૩૦ વાગ્યાના અરસામાં ચોખંડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાલકે ટેમ્પા પરનો કાબુ ગુમાવ્યો હતો અને ખાલી રોડ પર પસાર થતા બે ચાર વાહનોને અડફેટમાં લઇ લીધા હતા. આ દરમિયાન હનુમાનજી મંદીર પાસે નાસ્તાની લારી પર નાસ્તો કરી રહેલા ૪ થી ૫ યુવકોને ટેમ્પાએ અડફેટમાં લીધા હતા અને પછી ટેમ્પો મંદિરની દીવાલ સાથે અથડાઇને પલટી મારી ગયો હતો.

નાસ્તો કરી રહેલા યુવકો પૈકી કૃપેશ દિપકભાઇ શાહ (ઉ.૪૨)નું ઘટના સ્થળે જ મોત થયું હતુ જ્યારે આબીદ ઝાહીરખાન શેખ (ઉ.૧૫, રહે. નવાપુરા), રાજુ વસરામ રબારી (ઉ.૧૯, રહે.દંતેશ્વર હેવી વોટર પ્લાન્ટની બાજુમાં) અને સંજય આનંદરાવ નિકમ (ઉ.૨૪, રહે. ગાજરાવાડી, પ્રતાપનગર રોડ)ને ઇજાઓ થતા તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટેમ્પોમાં દૂધની થેલીઓ ભરેલી હતી અને અકસ્માતથી થેલીઓ ફાટી જતાં રસ્તા પર ચો તરફ દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. મંદિરની દીવાલની આગળ જ લોખંડની ગ્રીલ હોવાથી ટેમ્પોની ટક્કર પહેલા ગ્રીલમાં લાગી હતી નહી તો દિવાલ તોડીને ટેમ્પો મંદિરની અંદર ઘુસી જાત.

વહેલી સવારે બરોડા ડેરીના ટેમ્પો યમદૂત બનીને દોડતા હોય છે
(પ્રતિનિધિ દ્વારા) વડોદરા,શુક્રવાર
ચોખંડી વિસ્તારના રહિશોએ આજે ઉગ્ર રોષ ઠાલવતા કહ્યું હતું કે વહેલી સવારે જ્યારે રોડ ખાલી હોય છે ત્યારે દૂધની ડિલિવરી માટે નીકળતા બરોડા ડેરીના ટેમ્પો બેફામ ગતિએ દોડતા હોય છે. આ અંગે ટ્રાફિક પોલીસ, પોલીસ કમિશ્નર, સ્થાનિક કોર્પોરેટરોને તથા મેયરને પણ અનેક વખત રજૂઆતો થઇ છે પરંતુ અમારી રજૂઆતો સાંભળવામાં આવતી નથી અને આજે એક યુવકનો ભોગ લેવાઇ ગયો.

રહિશોએ કહ્યું હતું કે અમે લોકોએ બરોડા ડેરીમાં પણ રજૂઆતો કરી હતી તો એવો જવાબ મળ્યો કે અમારા ટેમ્પોની સ્પીડ બાંધેલી હોય છે એટલે અમારી ફરિયાદો જ ખોટી છે

ફતેપુરામાં ગુરૃવારે રાત્રે કાર્યક્રમ પુરો કરીને
ઓરકેસ્ટ્રા ચલાવતો કૃપેશ ગુ્રપ સાથે નાસ્તો કરવા આવ્યો અને મોત મળ્યુ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
બરોડા ડેરીના ટેમ્પાની અડફેટે મોતને ભેટેલ કૃપેશ શાહ ઓરકેસ્ટ્રા ચલાવતો હતો અને પોતે તેમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. ગુરૃવારે રાત્રે ફતેપુરામાં તેમનો એક કાર્યક્રમ હતો તે કાર્યક્રમ મોડી રાત્રે પુરો થયા બાદ ઓરકેસ્ટ્રા ગૃપના સભ્યો આબીદ, રાજુ અને સંજય સાથે કૃપેશ નાસ્તો કરવા માટે ચોખંડી આવ્યો હતો અને હનુમાનજી મંદિર પાસે આ લોકો પોતાના વાહનો પાર્ક કરીને નાસ્તો કરી રહ્યા હતા આ દરમિયાન જ મોતના રૃપમાં ધસી આવેલા ટેમ્પોએ નાસ્તો કરી રહેલા આ ગૃપને અડફેટમાં લીધુ હતું.

કૃપેશના ભાઇ મનિષે કહ્યું હતુ કે કૃપેશના પત્ની નિરાલી પણ ગાયિકા છે પણ તેઓ હાલમાં ઘરકામ જ સંભાળે છે. પુત્ર દિશાંત ઓએનજીસી સ્કૂલમાં ધો.૮માં ભણે છે. તેમના પરિવારમાં કમાનાર કૃપેશ જ હતો તેમના મોતથી પરિવારે મોભી ગુમાવી દીધો છે.

કૃપેશની પત્ની નિરાલી પણ ગાયિકા છે અને પુત્ર ધો.૮માં અભ્યાસ કરે છે પરિવારે કમાનાર મોભી ગુમાવ્યો

Post Comments