Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક સંગઠને ડીડીટી પાઉડર છાંટયો અને અન્ય એક સંગઠને પાઉડર દુર કરવા સફાઈ કરી

- કોમર્સમાં ચૂંટણી પ્રચારના કારણે ભણવાનુ બાજુ પર રહી ગયુ છે

- માઈલેજ મેળવવા વિદ્યાર્થીઓના રાજકીય સ્ટંટ:ક્લાસમાં જઈને ભાષણો નહી આપવાના ડીનના આદેશને નેતાઓ ઘોળીને

વડોદરા, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

એમ એસ યુનિવર્સિટીમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી સંગઠનો દ્વારા રોજે રોજ દેખાવ ોઅને રજુઆતોના નામે થઈ રહેલા સ્ટંટના કારણે સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષણકાર્ય પર ગંભીર અસર પડી છે.

વિદ્યાર્થી સંગઠનો રોજે રોજ અલગ અલગ પ્રકારના સ્ટંટ કરી રહ્યા છે.જેમ કે ગઈકાલે રીવોલ્યુશન સ્ટુડન્ટ યુનિયન નામના  સંગઠને કોમર્સ ફેકલ્ટીમાં ગંદકી હોવાથી રોગચાળાનો ખતરો છે તેવુ કારણ આપીને વર્ગોમાં ડીડીટી પાવડરનો છંટકાવ કર્યો હતો.આજે અન્ય એક સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયને વર્ગોમાં પાવડરના છંટકાવથી ગંધ મારી રહી છે અને વિદ્યાર્થીઓ છીંકો ખાઈ રહ્યા છે તેવુ કારણ આપીને આ પાવડરને હટાવવા માટે સાફ સફાઈ કરી હતી.

કોમર્સ ફેકલ્ટી ડીને ચાલુ લેક્ચરમાં વિદ્યાર્થીઓને ખલેલ ના પડે તે માટે સ્પીચ આપવાની મનાઈ ફરમાવી છે.આમ છતા કેટલાક વિદ્યાર્થી આગેવાનો બેરોકટોક વર્ગોમાં જઈને સ્પીચ આપી રહ્યા છે.આજે બે વિદ્યાર્થી નેતાઓએ વર્ગોમાં ભાષણો કર્યા હોવાના આક્ષેપ થયા હતા જ્યારે હેપી ક્લબના એક વિદ્યાર્થી નેતાને સ્પીચ આપવા માટે ક્લાસમાં જવા નહી દેવાતા આ સંગઠને હંગામો કર્યો હતો.યુનિવર્સિટી સત્તાધીશોએ ભલે ચૂંટણીની તારીખો જાહેર ના કરી હોય પણ ચૂંટણી પ્રચાર શરૃ થઈ જતા ભણવાનુ બાજુ પર રહી ગયુ છે.

Post Comments