Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુત્રના મોત માટે જવાબદાર અંબે સ્કૂલના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવે

- મૃત વિદ્યાર્થી હેત ચૌહાણના માતા પિતાની પોલીસ કમિશનરને અપીલ

- સ્કૂચ સંચાલકો સામે થઈ રહેલા વિરોધ વચ્ચે હેતના માતા પિતા અને વડોદરા વાલી મંડળના સભ્યોની પોલીસ કમિ

વડોદરા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

જય અંબે સ્કૂલની સાયક્લોથોનમાં એસ ટી બસની ટક્કરથી મોતને ભેટેલા સ્કૂલના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી હેત ચૌહાણના માતા પિતા તેમજ વાલી મંડળના કેટલાક સભ્યો આજે પોલીસ કમિશનરને મળ્યા હતા. હેત ચૌહાણના માતા પિતાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે આ ઘટનામાં શાળા સંચાલકોએ બેદરકારી દાખવી છે તે સ્પષ્ટપણે જણાય છે.આ માટે તેમની સામે પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી કરે.

હેતના માતા પિતા અને વાલી મંડળના સભ્યોએ કહ્યું હતું કે સ્કૂલના સંચાલકોએ બાળકોને સાયકલ સાથે ટ્રાફિકથી ભરચક રોડ પર ભેગા કર્યા હતા પણ પોલીસ પાસેથી પરવાનગી લીધી ન હતી.આ જ રીતે ડીઈઓ કચેરી પાસેથી પણ પરવાનગી લેવામાં આવી ન હતી.શાળા સંચાલકોએ હેતના શરીર પરથી સ્કૂલની ટી શર્ટ અને આઈ કાર્ડ ઉતારવાનો પ્રયાસ કરીને તેના મૃતદેહનુ પણ અપમાન કર્યુ હતુ. વાલી મંડળના સભ્યોનુ કહેવુ હતુ કે પોલીસ કમિશનરે રજૂઆત સાંભળી છે અન સમગ્ર મામલાની ફરી તપાસ કરવાની પણ ખાત્રી આપી છે.

Post Comments