Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાઇકોર્ટના હુકમ બાદ ૬૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવા પડયા

- જીટીયુની દાદાગીરી સામે વિદ્યાર્થીઓ જંગ જીતી ગયા

- પદવીદાનના ૨૨ દિવસ પહેલા જ  નિયમમાં ફેરફાર કરી નાખતા ગોલ્ડ મેડલના હકદાર ૬૩ વિદ્યાર્થીઓ મેડલથી વંચિત રહી જાય તેવી સ્થિતિ આવી હતી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 13 જાન્યુઆરી, શનિવાર

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ શુક્રવારે યોજાયો હતો જેમાં સ્કોલર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા પરંતુ આ ગોલ્ડ મેડલ પાછળ મોટો ખેલ ખેલાઇ ગયો હતો તેનો પર્દાફાશ આજે થયો છે. પદવીદાનના ૨૨દિવસ પહેલા જ જીટીયુના સત્તાધીશોએ ગોલ્ડ મેડલ માટેના નિયમો બદલી નાખ્યા હતા જેના કારણે ગોલ્ડ મેડલને હકદાર એવા ૬૩ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલની યાદીમાંથી બહાર નિકળી ગયા હતા. આ વિદ્યાર્થીઓએ જીટીયુના વાઇસ ચાન્સેલરથી લઇને પ્રધાનમંત્રી સુધી આ અન્યાયની રજૂઆતો કરી પરંતુ તેની કોઇ અસર થઇ નહી આખરે એક વિદ્યાર્થીએ આ મામલે  હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા અને હાઇકોર્ટના આદેશ બાદ આ ૬૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવાની જીટીયુને ફરજ પડી હતી.

ગોલ્ડ મેડલના નિયમોમાં ફેરફાર કરવાના જીટીયુના ફતવા સામે હાઇકોર્ટમાં જનાર વડોદરાના વિદ્યાર્થી ચિત કાકડીયાના પિતા રમેશભાઇએ કહ્યુ હતું કે મારા પુત્રએ ગાંધીનગરની કોલેજમાંથી બી.ઇ.મેકાટ્રોનિક્સમાં ગ્રેજ્યુએશન પુરૃ કર્યુ છે. આ કોલેજ જીટીયુ એફિલેટેડ છે. ચિત તેના ડિપાર્ટમેન્ટમાં સૌથી હાઇએસ્ટ ૮.૭૫ સીજીપીએ સાથે પાસ થયો છે એટલે તે ગોલ્ડ મેડલનો હકદાર હતો.  પરંતુ પદવીદાન સમારંભના ૨૨ દિવસ પહેલા જ જીટીયુએ ગોલ્ડ મેડલના નિયમમાં ફેરફાર કરી નાખ્યો અને એવી જાહેરાત કરી કે અત્યાર સુધી કમ્યુલેટીવ ગ્રેડ પોઇન્ટ એવરેજ (સીજીપીએ)ના આધારે ગોલ્ડ મેડલ અપાતો હતો તેના બદલે હવે હાઇએસ્ટ એક્સ્ટ્રનલ થિયરી માર્કસના આધારે જ ગોલ્ડ મેડલ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓએ ૪ વર્ષથી સીજીપીએના આધારે પ્રેક્ટિસ કરીને ગોલ્ડ મેડલનો ધ્યેય રાખ્યો હતો અને હવે જ્યારે મેડલ આપવાની વાત આવી ત્યારે જીટીયુએ નિયમોમાં રાતોરાત ફેરફાર કરી નાખ્યો જેના કારણે મારો પુત્ર ચિત સહિત ૬૩ વિદ્યાર્થીઓ જે ગોલ્ડ મેડલના હકદાર હતા તે મેડલથી વંચિત રહી જાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. અમે જીટીયુના વાઇસ ચાન્સેલરને, રાજયપાલને, શિક્ષણમંત્રીને અને વડાપ્રધાનને રજૂઆત કરી પરંતુ કોઇ ફરક નહી પડતા હું મારા પુત્રના અને ૬૩ વિદ્યાર્થીના હિત માટે હાઇકોર્ટમાં ગયો.

હાઇકોર્ટે અમારી દલીલો સાંભળીને પદવીદાન સમારોહના આગલા દિવસે જ સ્પષ્ટ  હુકમ આપી દીધો કે સન ૨૦૧૪માં જીટીયુએ ઘડેલા ગોલ્ડ મેડલના નિયમ (સીજીપીએ મુજબ)ના આધારે જ ગોલ્ડ મેડલ આપવા. આ હુકમ બાદ જીટીયુના સત્તાધીશો સીધા દોર થયા હતા અને ૬૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાયા હતા.

જીટીયુના વાઇસ ચાન્સેલરની તુમાખી
'અમે શિક્ષણ આપી શકીએ એમ પાછું પણ લઇ શકીએ'

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
એક વિદ્યાર્થીએ પોતાના હક માટે હાઇકોર્ટમાં જવુ પડે અને હાઇકોર્ટના આદેશ બાદ શૈક્ષણિક સંસ્થાને ગોલ્ડ મેડલ આપવાની ફરજ પડે તેનાથી વધુ દયનિય સ્થિતિ શિક્ષણ વ્યવસ્થામાં કઇ હોઇ શકે ? વડોદરાના ચિત રમેશભાઇ કાકડીયાએ હાઇકોર્ટમાં પોતાના  હક માટે કેસ કર્યા બાદ જીટીયુની કમિટિમાંથી ધમકીના ફોન આવતા હતા તેવો ગંભીર આક્ષેપ ચિતના પિતા રમેશભાઇએ કર્યો છે.

કેસ પરત ખેંચવા જીટીયુની પેનલના સભ્યો ફોન કરીને ધમકી આપતા હતા : વિદ્યાર્થીના પિતાનો આક્ષેપ
તેમણે કહ્યું હતુ કે 'હાઇકોર્ટમાં કેસ દાખલ કરતા જ જીટીયુમાં દોડધામ મચી ગઇ હતી. અમે વાઇસ ચાન્સેલરને મળવા ગયા તો તેઓએ ધમકી આપતી આ બધી માથાકૂટમાં ના પડો અમે શિક્ષણ આપી શકીએ એમ પાછું પણ લઇ શકીએ' એ પછી મને એક ફોન આવ્યો હતો જેમાં સામે છેડેથી બોલનારે પોતાની ઓળખ આપતા કહ્યુ હતું કે હું રિટાર્યડ જ્જ છું અને જીટીયુની પેનલનો સભ્ય છુ તમે આ બધુ રે'વા દ્યો તમને કશો ફાયદો નહી થાય તમારા છોકરાનું ભવિષ્ય બગડશે'

જે બાદ ડીન આઇ.એન. પટેલનો પણ ફોન આવ્યો હતો અને તેઓએ પણ આવી જ ભાષાનો ઉપયોગ કરીને અમને કેસ પાછો ખેંચવા દબાણ કર્યુ હતું.

Post Comments